-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
૫૪ હજારની નોટો સાથે રાજકોટ આજીડેમ પોલીસે ઝડપેલા ઝાંઝમેર-જેતપુરના શખ્સો અજયસિંહ અને રાજ અગાઉ પણ નોટો વટાવી ગયાની શકયતાઃ પાંચ દિ'ના રિમાન્ડ
જેતપુર-ધોરાજીમાં ૧૦૦ની નકલી નોટો છાપવા-વટાવવાનું જબરૂ કારસ્તાન : સપ્લાયર મુળ જેતપુરના હાલ ધોરાજી રહેતાં હદપાર કપિલ ઉર્ફ ટીનો બાવાજીએ કલર પ્રિન્ટરમાં માત્ર ૧૦૦ વાળી (જુની) નોટો છાપી અજયસિંહ અને રાજને રાજકોટ પહોંચાડવા, વટાવવા આપી હતીઃ ડી. સ્ટાફના હેડકોન્સ. કનકસિંહ સોલંકી અને શૈલેષભાઇ નેચડાની બાતમી પરથી દબોચાયાઃ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં કપિલને પકડવા જેતપુર-ધોરાજીમાં દરોડા : થોડા દિવસ પહેલા જેતપુર પોલીસે પણ જાલીનોટોના જથ્થા સાથે શખ્સોને પકડ્યા હતાં: એ નોટો પણ ૧૦૦ના દરની જ હતીઃ તપાસમાં એક જ ટોળકીની લિંક ખુલે તેવી શકયતા

આજીડેમ પોલીસે રૂ. ૧૦૦ના દરની ૫૪૦ જાલી નોટો સાથે જેને પકડી લીધા એ ધોરાજીના ઝાંઝમેરનો અજયસિંહ મકવાણા (રજપૂત) અને જેતપુરનો રાજ જયસ્વાલ (પટેલ-મુળ યુ.પી.) તથા કબ્જે થયેલી નોટોનો જથ્થો
રાજકોટ તા. ૧૬: અવાર-નવાર કેટલાક તત્વો અર્થતંત્રને ખોખલુ બનાવવાના ઇરાદે નકલી ચલણી નોટો જથ્થાબંધ છાપી તેની સપ્લાય મળતીયાઓ મારફત કરતાં રહે છે. અગાઉ આવા અનેક કારસ્તાન પોલીસે ઉઘાડા પાડ્યા છે. દરમિયાન આજીડેમ પોલીસે ધોરાજીના ઝાંઝમેરના રજપૂત શખ્સ અને જેતપુરના મુળ યુ.પી.ના પટેલ શખ્સને રૂ. ૫૪ હજારની ૧૦૦ના દરની ૫૪૦ (જૂની) જાલીનોટો સાથે ઝડપી લેતાં ચકચાર જાગી છે. આ બંને શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મળતાં પોલીસે જાલીનોટો સપ્લાય કરનાર મુળ જેતપુરના અને હાલ ધોરાજી મકાન રાખી રહેતાં હદપાર શખ્સ કપિલ ઉર્ફ ટીનો બાવાજીને પકડી લેવા ત્યાં દરોડા પાડ્યા હતાં. જો કે તે હાથમાં આવ્યો નથી. થોડા દિવસ પહેલા જેતપુર પોલીસે પણ જાલીનોટોના જથ્થા સાથે શખ્સોને પકડયા હતાં. એ નકલી નોટો પણ ૧૦૦ના દરની જ હતી. જેતપુર-ધોરાજી પંથકમાં માત્ર ૧૦૦ના દરની જ નકલી નોટો છાપી, વટાવવાનું જબરૂ કારસ્તાન ચાલતું હોવાની શંકાએ રાજકોટ પોલીસે ઉંડી તપાસ શરૂ કરી છે. સપ્લાયર કપિલ ઝડપાયા બાદ જાલીનોટો છાપનારા, વટાવનારાઓની આખી લિંક ઉઘાડી પડે તેવી શકયતા છે.
આજીડેમ પોલીસે ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં રજપૂત અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા (ઉ.૨૩) અને તેના મિત્ર જેતપુર ચાણકય સ્કૂલ પાછળ નમ્રતા પાર્કમાં રહેતાં મુળ યુ.પી.ના અને અહિ રહી પેકેજીંગનું કામ કરતાં રાજ રામકુપાલ જયસ્વાલ (પટેલ) (ઉ.૨૩)ને હેડકોન્સ. કનકસિંહ સોલંકી અને કોન્સ. શૈલેષભાઇ નેચડાને મળેલી બાતમી પરથી કોઠારીયા ગામ પહેલા રોકડીયા લાઇટ ડેકોરેશન પાસેથી ૫૪૦ નંગ જાલી ચલણી નોટ (૧૦૦ના દરની) સાથે દબોચી લઇ બંને સામે આઇપીસી ૪૮૯ ક, ગ, ઘ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસના રિમાન્ડ મળતાં પોલીસે વિશેષ પુછતાછ કરતાં બંનેએ એવું કહ્યું હતું કે મુળ જેતપુરના અને હાલ હદપાર હોઇ ધોરાજી રહેતાં કપિલ ઉર્ફ ટીનો બાવાજીએ બંનેને આ જાલીનોટો શનિવારે સાંજે આપી હતી અને રાજકોટ પહોંચાડી દેવાનું કહ્યું હતું. આ કામના બદલામાં બંનેને વાપરવા માટે પાંચ-સાત હજારની રકમ કપિલ આપવાનો હતો.
પોલીસે બંનેને સાથે રાખી જેતપુર અને ધોરાજીમાં દરોડા પાડ્યા હતાં. પણ કપિલ હાથમાં આવ્યો નહોતો. કપિલ બુટલેગર છે અને અગાઉ તેના વિરૂધ્ધ એક કરોડની ખંડણી માંગવાનો ગુનો પણ નોંધાયો હતો. જેમાં કપિલ સહિત ત્રણને જે તે વખતે જેતપુર પોલીસે પકડ્યો હતો. હવે તેણે જાલીનોટો અને એ પણ માત્ર ૧૦૦ના દરની અને જૂની ચલણમાં છે એવી નોટો છાપી સોૈરાષ્ટ્રભરમાં સપ્લાય કરવાનું શરૂ કર્યુ હોવાની શકયતા છે.
અજયસિંહ અને રાજે પોતાને કપિલે પહેલી જ વખત કામ સોંપ્યાનું રટણ કર્યુ છે. પણ પોલીસને દ્રઢ શંકા છે કે બંને અગાઉ પણ આવી નોટો વટાવી ગયા અથવા કોઇને સપ્લાય કરી ગયા હશે. કપિલ દારૂનો ધંધો કરતો હોઇ એ કારણે અજયસિંહ તેના સંપર્કમાં આવ્યો હતો અને તેણે અજયસિંહને તથા તેના મિત્ર રાજને જાલીનોટો રાજકોટ પહોંચાડવા આપી હતી.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ આજીડેમના પી.આઇ. એ. એસ. ચાવડા, પીએસઆઇ જી.એન. વાઘેલા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહેન્દ્રભાઇ પરમાર, શૈલેષભાઇ નેચડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કલ્પેશભાઇ ચાવડાએ બંનેને દબોચ્યા હતાં. રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ થઇ રહી છે.
નોંધનીય છે કે જેતપુર પોલીસે પણ થોડા દિવસ પહેલા ટોળકીને જાલીનોટો સાથે દબોચી હતી. એ નોટો પણ ૧૦૦ના દરની જ હતી. રાજકોટમાં ઝડપાયેલી નોટો પણ ૧૦૦વાળી જ છે. વળી આ નોટો જેતપુર-ધોરાજીના કપિલે જ છાપીને આપ્યાનું ઝડપાયેલા બંને શખ્સો કહે છે. આ જોતાં જેતપુર-ધોરાજી પંથકમાં લાંબા સમયથી માત્ર સોના દરની જ જાલીનોટો છાપી આસપાસના ગામડાઓમાં વટાવવાનું જબ્બર કોૈભાંડ ચાલતું હોવાની દ્રઢ શંકા છે. કપિલ ઉર્ફ ટીનો બાવાજી ઝડપાયા બાદ મોટા ધડાકા થવાની શકયતા છે. ઝડપાયેલા બંને ઘણું છુપાવતા હોવાની શંકાએ વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરવામાં આવી છે.
એક સરખી સિરીઝની અલગ-અલગ સંખ્યામાં નોટો મળી
આજીડેમ પોલીસે અજયસિંહ પાસેથી ૨૫૧ નોટો પકડી હતી. જેમાં એક સરખી સિરીઝની ૧૦૦ નોટો, બીજી ૧૦૦ નોટો તથા બીજી ૫૧ નોટો કબ્જે કરી હતી. જ્યારે રાજ પાસેથી ૨૮૯ નોટો કબ્જે કરી હતી. જેમાં એક સરખી સિરીઝની ૯૫, અન્ય એક સરખી સિરીઝની ૮૦, ૯૪ અને ૨૦ નોટો હતી.
-
બિનસચીવાલયની પરીક્ષા મામલે સીએમને સીટનો રીપોર્ટ સોંપવામાં વિલંબ થશેઃ સીટ દ્વારા તપાસ કરવાની બાકી હોવાથી વિલંબઃ સીટનો રીપોર્ટ સોંપવામાં થશે વિલંબ access_time 12:14 pm IST
-
કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST
-
પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST
-
નાગરિકતા કાનૂન : દિલ્હીમાં દેખાવકારોએ તાંડવ મચાવ્યો access_time 8:42 am IST
-
અનિલ અંબાણીને બ્રિટનની કોર્ટે આપી મોટી રાહત : ચીનની બેંકનો 68 કરોડ ડોલરનો દાવો ફગાવી દિધો access_time 8:54 pm IST
-
પ. બંગાળમાં સીએએ-એનઆરસી લાગૂ કરવા માટે મારી લાશ પરથી પસાર થવું પડશેઃ મમતા બેનરજીની સટાસટી access_time 11:28 pm IST
-
કાલે કારોબારી અધ્યક્ષના રાજકીય ભાવિનો ફેંસલો access_time 3:26 pm IST
-
સગાઇ તૂટી જતાં મંગેતરના ઘર પાસે જઇ સળગેલા નવાગામના પ્રવિણ કોળીનું મોત access_time 11:37 am IST
-
માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં વેલનાથપરાની ૧૭ વર્ષની રિધ્ધીકાએ એસિડ પી જિંદગી ટૂકાવી લીધી access_time 11:35 am IST
-
જેતપુર-ધોરાજીને ધમરોળતી પરપ્રાંતિય તસ્કર ગેંગ પકડાઇઃ ત્રણ બાઇક સહિત છ ચોરીનો ભેદ ખુલ્યો access_time 12:01 pm IST
-
કાગવડ ખંભાલીડા રોડ ઉપર ઓવરબ્રીજ મંજુરઃ ગોવિંદ પટેલ access_time 4:13 pm IST
-
વિરમગામ બહુચરજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પિતા-પુત્ર સહિત ૩ના કરૂણ મૃત્યુ access_time 1:06 pm IST
-
સુરતના જહાંગીરબાદ-દાંડી રોડ પરના સીએનજી પંપમાં સ્કૂલવાનમાં આગ ભભૂકી : કર્મીઓએ આગ કાબુમાં લીધી access_time 12:37 pm IST
-
ઉમરેઠમાં રોડ ક્રોસ કરતા મજુર યુવાનનું એસટીની અડફેટે મોત access_time 6:27 pm IST
-
વલસાડના ટાવર વિસ્તારમાં અસામાજિકોનો આતંક : શ્રમજીવી યુવક અને તેની ગર્ભવતી પતિને માર માર્યો access_time 10:18 pm IST
-
મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકોર્ડબ્રેક ૩.૬૭ ઇંચ access_time 3:29 pm IST
-
અહો આશ્ચર્યમ : બિલાડી એના મિત્ર ડોગીને મસાજ કરી આપે છે access_time 3:27 pm IST
-
બાંગ્લાદેશમાં ઇલેક્ટ્રિક પંખા બનાવતી ફેકટરીમાં ભીષણ આગમાં 10 હોમાયા access_time 6:06 pm IST
-
ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમશે નડાલ,જોકોવિક અને ફેડરર access_time 5:52 pm IST
-
પૂર્વ વિકેટકીપર માર્ક બાઉચરને 2023 સુધી બનાવ્યો સાઉથ આફ્રિકા ટીમનો મુખ્ય કોચ access_time 5:39 pm IST
-
ફરી એકવાર ટ્વિટર પર થઇ અનુરાગ કશ્યપની એન્ટ્રી access_time 5:19 pm IST
-
પ્રખ્યાત પીઢ અભિનેત્રી ગીતા સિદ્ધાર્થનું નિધન access_time 5:28 pm IST
-
સીરિઝ શરૂ થવાની રાહ જોઇ રહી છે કિર્તી access_time 10:00 am IST