Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અક્ષરનિધિ શરાફી મંડળીનો ત્રીજા વર્ષમાં પ્રવેશ : સભાસદોને ભેટ વિતરણ

રાજકોટ : કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ અક્ષર શરાફી સહકારી મંડળીનો ત્રીજા વર્ષમાં પ્રવેશ થતા ડીલાઇટ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સભાસદ ભેટ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂ. વિશ્વેશતિર્થ સ્વામી તથા પૂ. નિર્દોષમુર્તિ સ્વામીએ ઉપસ્થિત રહી દીપપ્રાગટયવિધિ કરી હતી. આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ અર્જુનભાઇ ખાટરીયા, ભાનુભાઇ મેતા, ધીરૂભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ હેરભા તેમજ બેંકીંગ ક્ષેત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી મંડળીના ચેરમેન રાજેશભાઇ એસ. ચાવડા (મો.૯૪૨૭૨ ૨૨૨૯૫) તથા એમ. ડી. હરેશભાઇ એસ. ચાવડા (મો.૯૬૮૭૬ ૨૧૭૨૪) ને શુભેચ્છા પાઠવી હતી. આ તકે મંડળીના સભાસદોને ભેટ વિતરણ કરાયુ હતુ. તેમજ સંસ્થાના ફીકસ ડીપોઝીટર્સ, મંથલી ડીપોઝીટર્સ, ડેઇલી ડીપોઝીટસ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારનું આ તકે સન્માન કરાયુ હતુ. (૧૬.૩)

 

 

(3:16 pm IST)
  • નીતિશનો મોટો નિર્ણયઃ પ્રશાંત કિશોરને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા access_time 3:36 pm IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST