Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

૨૫મીથી દર રવિવારે બહેનો માટે ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્‍ટ

રાજકોટઃ ઓલ ઇન્‍ડિયા ફુટબોલ ફેડરેશન તથા ગુજરાત સ્‍ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા અન્‍ડર-૧૭ બહેનોની ફુટબોલ ટુર્નામેન્‍ટ માટે તા.૧/૧/૨૦૦૭થી તા.૩૧/૧૨/૨૦૦૯ દરમિયાન જન્‍મેલ ખેલાડીઓ માટે ડિસ્‍ટ્રીકટ ફુટબોલ એસોસિએશન રાજકોટ દ્વારા બહેનો માટે તા.૨૫થી દર રવિવારે ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્રની કોઇપણ ટીમ ભાગ લઇ શકશે. આ ટુર્નામેન્‍ટની એન્‍ટ્રી શ્રીરોહિત બુંદેલા મો.૯૪૦૯૩ ૦૩૪૯૪, અમીત શિયાળીયા મો. ૭૦૧૬૪ ૭૩૪૫૭ તથા કુ. મનીન્‍દર કેશપ મો. ૯૮૨૫૪ ૪૫૦૬૧ પાસે તા.૨૨/૯/૨૨ સુધીમાં નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

(3:36 pm IST)