Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

પ્રેમમાં નિષ્‍ફળતાં મળતાં ઉપલેટાના સંજય રાફુશાએ એસિડ ગટગટાવ્‍યું

જેને ચાહતો હતો તેનું બીજે સગપણ નક્કી થઇ ગયું: સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૬: ઉપલેટાના સોનલનગરમાં રહેતાં સંજય કરસનભાઇ રાફુશા (ઉ.૨૫) નામના યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ઉપલેટા જાણ કરી હતી. સંજય બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો છે અને શાકભાજી વેંચે છે. તેના કહેવા મુજબ એક છોકરી સાથે તેને પ્રેમ હતો અને લગ્ન કરવા ઇચ્‍છતો હતો. પણ હવે એ છોકરીનું સગપણ બીજે નક્કી થઇ જતાં પ્રેમમાં નિષ્‍ફળતા મળવાથી પોતે એસિડ પી ગયો હતો.

(11:01 am IST)