Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સીવીલ સર્વીસીસની પરીક્ષાની તાલીમ માટે યુનિવર્સિટીમાં ભવનનું વિજયભાઇના હસ્તે ઉદ્ઘાટન

કોર્ડીનેટર તરીકે સીન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી : ૧૭ મીથી પ્રવેશ : ઓનલાઇન ફોર્મ ભરાશે

રાજકોટ, તા. ૧૬ : ભારત દેશમાં સૌથી અગત્યની ગણાતી સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ માટે સમગ્ર દેશમાંથી તાલીમ માટે યુવાનો દિલ્હી જતા હતા. ગુજરાતના યુવાનોમાં કૌવત, હોશીયારી અને ખમીર રહેલું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના યુવાનોને સિવિલ સર્વિસીસ જેવી મહત્વની પરીક્ષાઓની તાલીમ માટે દિલ્હી જવું ન પડે તેવા શુભ ઉદ્ેશ્યથી સૌરાષ્ટ્ર યુનિવીર્સટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO)ના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ... ભવન કાર્યરત થવા જઇ રહ્યું છે. આ ભવનને કાર્યરત કરવા માટેનું સંકલન/વ્યવસ્થા સિન્ડીકેટ સભ્યશ્રી, ડો. મેહુલભાઇ રૂપાણીએ કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન  (JIO)ના સંયુકત ઉપક્રમે શરૂ થનાર સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારી માટેની તાલીમ વર્ગોનું નિઃશૂલ્ક આયોજન કરવામાં આવેલ છે. નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન આગામી તા. ર૯ ને રવિવારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે.

એડવાઇઝ કમિટી ડો. નીતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેશાણી, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નિલેસભાઇ સોની, કુલ સચિવશ્રી, મુખ્ય હિસાબી અધિકારીશ્રી ઓડીટરશ્રી યુનિવર્સિટી એન્જીનીયરશ્રી ડાયરેકટરશ્રી, કોમ્પ્યુટર સેન્ટર, ડો. નીકેશભાઇ શાહ, ડો. રાજેન્દ્રભાઇ ચોટલીયા, ડો. કલ્પનાબેન માણેક, ડો. દિપકભાઇ પટેલ, ડો. ભરતભાઇ ખેર, ડો. સચિનભાઇ પરમાર, ડો. તૃપ્તિબેન વ્યાસ, વી.એચ. ડાંગશીયા, શ્રીમતી ક્રિષ્નાબેન સોલંકી, હિતેશભાઇ જોશી, આશિષ એમ. વ્યાસ પસંદ થયા છે. (૯.પ) 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શરૂ થનાર CCDC-UPSCભવનમાં સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તાલીમ માટેના કોચીંગના વર્ગમાં જોડાવા માટેની પ્રવેશ પરીક્ષાનું શેડયુલ

*પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન

તા. ૧૭-૯-ર૦૧૯થી

ફોર્મની તારીખ

તા. ર૭-૯-ર૦૧૯

*CCDC-UPSCભવનનું

 

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન

તા.ર૯-૯-ર૦૧૯

પ્રવેશ પરીક્ષાની તારીખ

તા.૩૦-૯-ર૦૧૯

પ્રવેશ પરીક્ષાની પરિણામની તારીખ

તા. ૧-૧૦-ર૦૧૯

ઇન્ટરવ્યુંની તારીખ

તા. ર-૧૦-ર૦૧૯થી

 

તા. ૪-૧૦-ર૦૧૯

ફાઇનલ મેરીટની તારીખ

તા. પ-૧૦-ર૦૧૯

તાલીમ વર્ગોની શરૂઆત

તા. ૭-૧૦-ર૦૧૯

(4:01 pm IST)
  • ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી રઘુવરદાસને ફટકારી લીગલ નોટિસ : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પર ભ્રષ્ટ્રાચારના આરોપ મામલે સીએમને નોટીસ ફટકારી આરોપ પાછા ખેંચવા માંગ કરી : હેમન્ત સોરેને કહ્યું કે મને બદનામ કરવા 500 કરોડની સંપત્તિ ખરીદયાનો કરાય છે આક્ષેપ : સાત દિવસમાં માફી માંગે અથવા કાનૂની કાર્યવાહીની ચીમકી આપી access_time 12:53 am IST

  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST