Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ટ્રાફીક વિભાગ દ્વારા કોર્પોરેશન કચેરીમાં કર્મચારી-અરજદારોનું ચેકીંગઃ હેલ્‍મેટ વિનાના ૧૨૦ લોકો દંડાયા

રાજકોટઃ શહેરનાં ઢેબર રોડ પર આવેલ મ્‍યુનિ. કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે શહેર ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા કર્મચારીઓ અને અરજદારોનું ચેકીંગ  કરવામાં આવ્‍યુ હતુ. આ ચેકીંગ દરમિયાન ૧ થી ૨ કલાકમાં ૧૧૦થી વધુ કર્મચારીઓ, અરજદારોને  હેલ્‍મેટ ન પહેરવા બદલ કુલ રૂ.૧૦ હજારથી ૧૨ હજાર સુધીનો દંડ ફટકારાયો હતો. આ ચેકીંગ દરમિયાન કેટલાક કર્મચારીઓમાં ફરીયાદ ઉઠી હતી કે, માત્ર ટુ-વ્‍હીલર ચાલકોને દંડ ફટકારાયેલ જયારે કાર ચાલકો સામે કોઇ કાર્યવાહી થતી ન હતી. ઉપરોકત તસ્‍વીરમાં ટ્રાફીક પોલીસ વિભાગનાં કર્મચારીઓ ચેકીંગ કશરતા નજરે પડે છે.(તસ્‍વીર-અશોક બગથરીયા)

(5:20 pm IST)