Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ફાટકે ઉભેલા લોકો સાથે વાતો કરી ને માલગાડી આવતાં જ દોટ મુકી પડતું મુકી દીધું...યુવાનની આત્મહત્યાનો લાઇવ વિડીયો થયો વાયરલ

રાજકોટઃ વાંકાનેરના હસનપર ફાટક ૯૪ નંબરના ગેઇટ પાસે ગઇકાલે સવારે મુળ નવસારીના મોગરાવાડી ચીખલીના બિપીન મોહનભાઇ પટેલ (ઉ.૩૫) નામના યુવાને ફાટક બંધ હતું ત્યારે ઉભેલા વાહન ચાલકો સાથે વાતચીત કર્યા બાદ માલગાડી આવતાં જ પોતાની પાસેનો થેલો નીચે મુકી ફાટક અંદર દોડી જઇ માલગાડી નીચે પડતું મુકી દેતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. વાંકાનેર રેલ્વે પોલીસના હેડકોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા અને રાઇટર ધર્મેન્દ્રસિંહે તપાસ કરતાં એવી વિગત ખુલી હતી કે આ યુવાન માછીમારીના કામ માટે આવ્યો હતો. પણ કામ ન મળતાં પરેશાન હતો. ફાટક પાસે ઉભા ઉભા જ તેણે પત્નિ સાથે ફોનમાં વાત કરી હતી અને જોતજોતામાં માલગાડી આવતાં દોડીને પડતું મુકી દીધું હતું. આપઘાતથી બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આત્મહત્યાનો લાઇવ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. તેના ફુટેજના દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે.

(4:57 pm IST)