Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પૂ.નમ્રમુનિ મ.સા.નાં સાંનિધ્યે ત્રિદિવસીય એનઆરઆઇ શિબિર યોજાઇ

  રાજકોટઃ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ૧૨૦થી વધારે એનઆરઆઇઓએ  શિબિરમાં લાભ લીધો. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કોન્ગો, સિંગાપોર, દુબઇ, લંડન, અને અમેરિકા જેવા દેશ, જયાં સંત સાંનિધ્ય અને પ્રવચનનો લાભ ખૂબ જ ઓછો મળતો હોય છે. તેવા દેશોમાંથી ભાવિકો પોતાની સ્પિરિચ્ચુઆલિટી વધારવા, પોતાની સેલ્ફને સમજીને તેને ઈમ્પ્રુવ કરવા, નેગેટીવ સિચુએશન્સની વચ્ચે પોઝીટીવ રહેવા,પોતાની સાથે કનેકશન કરવાના લક્ષ્ય સાથે શિબિરમાં જોડાયા હતા.

  વહેલી સવારે વિચાર અને વૃત્ત્િ।ઓને શૂન્ય કરવા માટેની ધ્યાન સાધના, જીવનને સુધારીને પોઝીટીવ બનાવતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીના પ્રવચનો, મંત્ર સાધના, પ્રેકિટકલ પ્રયોગો, આગમના રહસ્યોને સમજાવતી આગમ વાંચના, નવદીક્ષિત પૂજય મહાસતીજીઓ દ્વારા અપાતી સમજ, એકિટવીટી સેશન્સ અને દિવસના અંતે પરમાત્મા સાથેનું જોડાણ કરાવતી ભકિત, આવા અનેક વિધ સેશન્સ દ્વારા પરમાત્માની વાણીને આત્મસાત કરવાનો, પરમાત્માની નજીક જવાનો સંતોષ શિબિરાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો.

 આ સાથે જ એનઆરઆઇ બાળકો માટે ડ્રામા, ગેમ્સ, પ્રવૃતિઓ, પરફોર્મન્સ  દ્વારા નવ દીક્ષિત મહાસતીજીઓએ બાળકોને ઇંગ્લીશમા સમજ આપી હતી. અને શિબિરનાં છેલ્લાં દિવસે બાળકોએ સંત સતીજીનો વેશ ધારણ કરીને વીરના વારસદાર બનવાની અનુભૂતિ કરીને જીવનમાં કયારેય ખોટું કાર્ય ન કરવાનો નિયમ ધારણ કર્યો હતો.

રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવની પ્રેરણાથી અનેક એનઆરઆઇ શિબિરાર્થીઓ પોતાના જીવનની કરેલી ભૂલોની રડતા રડતા આલોચના કરી, શ્રાવકવ્રત અંગીકાર કરી ધન્ય બન્યા હતા.

(4:38 pm IST)