Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જૂગારના ચાર દરોડાઃ ૮ મહિલા સહિત ૨૯ પકડાયાઃ ૧.૩૪ લાખની રોકડ કબ્જે

ક્રાઇમ બ્રાંચનો જીવંતિકાનગરમાં, તાલુકા પોલીસનો ઓમનગરમાં અને બી-ડિવીઝન પોલીસના બેડીપરા તથા પેડક રોડ પર બે દરોડાઃ એક સ્થળેથી બે મહિલાઓ તેની દિકરીઓ સાથે પત્તા ટીચવા બેઠી'તી

રાજકોટ તા. ૧૬: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂ-જૂગારની બદ્દી દુર કરવા સુચના આપી હોઇ તેમજ ગઇકાલે ભાગતા ફરતાં આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખી હોઇ તે દરમિયાન બાતમીઓ મળતાં ક્રાઇમ બ્રાંચ, તાલુકા પોલીસ અને બી-ડિવીઝન પોલીસે ચાર સ્થળે દરોડા પાડી  ૮ મહિલા સહિત ૨૯ પત્તાપ્રેમીઓને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧,૩૪,૧૧૦ની રોકડ કબ્જે લીધી હતી.

ક્રાઇમ બ્રાંચનો જીવંતિકાનગરમાં દરોડો

ગાંધીગ્રામ જીવંતિકાનગર મેઇન રોડ પર જલારામ કૃપા ખાતે રહેતાં સતિષ મનુભાઇ ચુડાસમા (ખવાસ) (ઉ.૩૩)એ ઘરમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેને તથા કમલેશ પરષોત્તમભાઇ આશીયાણી (ઉ.૪૦-રહે. જીવંતિકાનગર-૩), ધર્મેશ પ્રવિણભાઇ ભટ્ટી (ઉ.૩૨-રહે. જીવંતિકાનગર-૩), હિરેન રવિરામ કબીર (ઉ.૩૬-રહે. જીવંતિકાનગર-૩), યશ પ્રકાશભાઇ ચોૈહાણ (ઉ.૨૦-રહે. જીવંતિકા-૧), રાજેશ મુળજીભાઇ પ્રજાપતિ (ઉ.૪૨-રહે. જીવંતીકા મેઇન રોડ), યોગીરાજસિંહ અશોકસિંહ ઝાલા (ઉ.૩૪-રહે. જીવંતિકા મેઇન રોડ), સુધાબેન રમેશભાઇ ચુડાસમા (ઉ.૪૮-રહે. જીવંતિકા મેઇન રોડ), પુષ્પાબેન નિલેષભાઇ રાઠોડ (ઉ.૪૩-રહે. જીવંતિકા મેઇન રોડ)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૫૬૨૦૦ રોકડા કબ્જે લેવાયા હતાં.

એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ જાડેજા, ચેતનસિંહ ચુડાસમા, સોૈકતખાન ખોરમ, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા, મિતાલીબેન ઠાકર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા અને સોૈકતખાનની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

તાલુકા પોલીસનો ઓમનગર પાર્ટ-એમાં દરોડો

મવડી ઓમનગર પાર્ટ-એમાં ઓમ બોયઝ હોસ્ટેલ સામેની બંધ શેરીમાં રહેતાં મનોજ નટવરભાઇ પતરીયા (ઉ.૩૦)એ જૂગારધામ ચાલુ કર્યાની બાતમી મળતાં તાલુકા પોલીસે દરોડો પાડી મનોજ તથા દશરથસિંહ બળવંતસિંહ ઝાલા (ઉ.૫૦-રહે. ધરમનગર-૨), નિશર્થ જેન્તીભાઇ કાલરીયા (ઉ.૩૩-રહે. ઓમનગર મુખ્ય રોડ), કિશોર બાબુભાઇ પતરીયા (ઉ.૩૫-રહે. ઓમનગર પાર્ટ-એ શેરી નં. ૮), અર્જુન મુન્નાલાલ વર્મા (ઉ.૨૮-રહે. લોધેશ્વર સોસાયટી-૭) અને દિનેશ બચુભાઇ પતરીયા (ઉ.૪૪-રહે. ઓમનગર-૨)ને પકડી લઇ રૂ. ૪૭૬૫૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.

પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, એ. કે. કવાડીયા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, અરજણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ અને ગોપાલસિંહ જાડેજા જોડાયા હતાં. નગીનભાઇ અને હિરેનભાઇની બાતમી પરથી દરોડો પડાયો હતો.

બી-ડિવીઝન પોલીસના બે સ્થળે દરોડા

ભાવનગર રોડ પર માધાપર ચોકડી કૃષ્ણનગર-બી-૧૩માં રહેતી જીજ્ઞાબેન ભરતભાઇ નિમાવત (ઉ.૩૯) નામની મહિલાએ બેડીપરા ગુલમહોર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨માં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી મળતાં દરોડો પાડી તેને તથા વિપુલ નારણભાઇ કટારીયા (ઉ.૨૫-રહે. મહાત્મા ગાંધી પ્લોટ-૬), મહેશ રણધીરભાઇ ગોહેલ (ઉ.૨૨-રહે. રણછોડદાસ આશ્રમ સ્ટાફ કવાર્ટર), સોમા પ્રેમજીભાઇ ધરમીયા (ઉ.૩૬-રહે. રૂખડીયાપરા-૧૧), બિપીન રામભાઇ પરમાર (ઉ.૩૦-રહે. મોરબી રોડ ૨૫ વારીયા), રમાબેન પરબતભાઇ બુસા (ઉ.૬૬-રહે. શ્રીનાથ પાર્ક મેઇન રોડ), ઉષાબેન મનોજભાઇ ભીંડી (ઉ.૫૪-રહે. રણછોડનગર), તેની દિકરી શિલ્પાબેન મનોજભાઇ ભીંડી (ઉ.૨૦-રહે. રણછોડનગર), જ્યોતિબેન પ્રફુલભાઇ બોરીયા (ઉ.૪૮-રહે. ગુલમહોર એપાર્ટમેન્ટ ૧૦૧), મંજુબેન વિરચંદભાઇ વિકાણી (ઉ.૫૦-રહે. બેડીપરા સગર શેરી) તેમજ તેની દિકરી મિતલબેન વિરચંદભાઇ વિકાણી (ઉ.૨૫-રહે. સગર શેરી)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૫૫૫૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.

જ્યારે બીજા દરોડામાં રત્નદિપ સોસાયટી-૬માં આવેલી શિવમ્ મોબાઇલ નામની નૈમિષ લાલજીભાઇ લીંબાસીયા (ઉ.૧૯-રહે. રત્નદિપ-૫ પેડક રોડ)ની દૂકાનમાં દરોડો પાડી તેને તથા વિજય માવજીભાઇ ગઢીયા (ઉ.૨૧-રત્નદિપ-૬) અને મયુર શીવાભાઇ કેરાળીયા (ઉ.૩૦-રહે. રત્નદિપ-૬)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૧૪૮૦૦ની રોકડ કબ્જે લેવાઇ હતી. આ બંને દરોડામાં પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ એમ. ડી. ગોસ્વામી, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હિતેન્દ્રસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ, પ્રકાશભાઇ ખાંભરા, મનોજભાઇ મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:49 pm IST)