Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કોર્પોરેશન તથા પોલીસ વિભાગનું ઓપરેશનઃ માર્જિન-પાર્કિંગમાં થયેલા દબાણો તોડી પડાયા

૧૫૦ ફુટ રીંગ રોડ પર ૩૬ સ્‍થળોએથી બિલ્‍ડીંગ કોમ્‍પલેક્ષમાંથી છાપરા, ઓટલા, હોર્ડિંગ્‍સ બોર્ડ દૂર કર્યાઃ જગ્‍યા ખુલ્લી કરાઈ

શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્‍પલેક્ષ અને બિલ્‍ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્‍યામાં થયેલ દબાણો હટાવવામાં આવ્‍યા હતા તે તસ્‍વીરમાં નજરે પડે છે (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ :.  શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્‍પલેક્ષ અને બિલ્‍ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્‍યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતું. જે અંતર્ગત ૧૫૦ફુટ રીંગ રોડ વિસ્‍તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્‍પ્‍લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્‍લાનીંગ વિભાગે ૩૬ સ્‍થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્‍યા ખુલ્લી કરી છે.

કમિશનર બંછાનિધિ પાની સાહેબની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગનસ સમસ્‍યાને અંતર્ગત કમિશનરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારના ૧૫૦ રીંગ રોડ પર વનડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ૩૬ સ્‍થળોએથી દબાણો/ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ઓમ સાંઇ શકિત મોબાઇલ, ટ્રેકોન કુરીયર, મારૂતી સુઝુકી, શ્રી રામ ફેમીલી રેસ્‍ટોરન્‍ટ, ડીટીડીસી કુરીયર, કલાસીક ફિટનેશ જીમ, ડિલકસ હોટલ, રજવાડી હોમ ડેકોર, મયુર ભજીયા, ડિલકસ પાન, ડિલકસ પાન પાસેની શોપ, વોડાફોન સ્‍ટોર, શકિત હોટલ, ઉમીયાજી પ્‍લાયવુડ, એચ એન્‍ડ એસ ફુડ, રાધે હોટલ, ક્રિષ્‍ટલ કોર્નર કોમ્‍પલેક્ષ, પટેલ પાન, શિવમ પેઇન્‍ટસ, ખોડિયાર ડિલકસ, શુભમ ડિલકસ, ધર્મરાજ વડાપાંઉ, ક્રિષ્‍ના મોબાઇલ, રાધિકા રેસ્‍ટોરન્‍ટ, શિવાની બેટરી, ચામુંડા સ્‍ટેશનરી, જગદીશ ગ્‍લાસ, જેઠવા શીટ કવર, લેટેસ્‍ટ મોબાઈલ, પ્રિમીયર ઓટો મોબાઈલ, શ્રીનાથજી ઈલેક્‍ટ્રીક, પૂનમ ટીમ્‍બર, વિશાલ એન્‍ટરપ્રાઈઝ, યુનાઈટેડ સોલ્‍યુશન, ખોડલ એક્રેલીક લેટર સહિતના ૩૬ સ્‍થળોએથી હોર્ડિંગ્‍સ બોર્ડ, છાપરૂ, ઓટાના દબાણો દૂર કરી માર્જિન તથા પાર્કિંગની જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં ટાઉન પ્‍લાનીંગ શાખાના આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર પી.ડી. અઢીયા, એ.જે. પરસાણા, આર.એન. મકવાણા તથા અન્‍ય વેસ્‍ટ ઝોન તથા સેન્‍ટ્રલ ઝોનનો તમામ ટી.પી. સ્‍ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્‍થળ પર દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર શ્રી કાથરોટીયા તથા તેમનો સ્‍ટાફ તથા રોશની શાખાનો સ્‍ટાફ પણ હાજર રહેલ તથા સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર તથા તેમનો સ્‍ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી શ્રી ચુડાસમા તથા તેમનો તમામ સ્‍ટાફ તથા ટ્રાફીક શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

 

(3:44 pm IST)