Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પેટા ચુંટણીના ભણકારા...

કોંગ્રેસના બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવોઃ કમિશનરને ભલામણ

વોર્ડ નં.-૧૮ના ધર્મીષ્‍ઠાબા મયુરસિંહ જાડેજા અને વોર્ડ નં.૧૧માં પરેશ હરસોડા સતત-૬ મહીના સુધી જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા સેક્રેટરી રૂપારેલીયાએ બંન્નેને ગેરલાયક ઠેરવવા કમિશનર બંછાનિધી પાનીને પત્ર પાઠવતા ખળભળાટ

રાજકોટ તા.૧૬ : મ્‍યુ.કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસના બે કોર્પોરેટરો જનરલ બોર્ડમાં સતત ૬ મહીના સુધી ગેરહાજર રહેતા વી.બી. એમસી એકટ ૪૯પ-૧૧ મુજબ આ બન્ને કોર્પોરેટરોને ગેરકાયલક ઠેરવવા સેક્રટરી રૂપારેલીયા દ્વારા મ્‍યુ.કમિશ્નરને ભલામણ કરી છે આથી હવે મ્‍યુ. કમિશ્નર આ બાબતે રાજય સરકારને જાણ કરશે. અને સરકાર જો આ ભલામાણ ગ્રાહ્ય રાખેતો ઉપરોકત બંને કોર્પોરેટરો ગેરલાયક ઠરે આમ વોર્ડ નં.૧૮ અને ૧૩  બન્ને બેઠકો ઉપર પેટા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છ.ે

આ અંગેની વિગતો મુજબ ગત ગેલેરીમાં ઉભા ઉભા વિરોધ નોંધાવવાનું કોંગ્રેસને ભારે પડી ગયું છે અગાઉના બોર્ડ માં આંતરીક ડખ્‍ખાના કારણે ડઝનથી વધુ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. ત્‍યાર બાદના સામાન્‍ય સભામાં કોંગ્રેસની ગેરહાજરી પુરાતા અને બે કોર્પોરેટરની સળંગ ત્રણ ગરહાજરી નોંધાઇ જતા વિપક્ષના બે સભ્‍યો હોદા પરથી ગેરલાયક ઠરે તેવા નવા સંજોગો ઉભા થઇ ગયા છે. મેયર બીનાબેન આચાર્યે તે વખતે ચાલુ સભામાંજ કોંગી  કોર્પોરેટરોને ગેરહારજ જાહેર કરી દીધા હતા. ત્‍યારબાદ કોંગ્રેસના બે સભ્‍યો સતત ત્રણ બોર્ડથી ગેરહાજર હોવાનું રેકર્ડ પર આવતા મેયરની સુચનાથી સેક્રેટરીએ રોજકામ કરીને કમિશ્નરને પુરી હકીકતની લેખીતમાં જાણ કરી દીધી છ.ે. કેમ કે નોંધનીય છે. કોંગ્રેસના વોર્ડ નં. ૧૮ ના મહિલા કોર્પોરેટર ધર્મિષ્‍ઠાબા જાડેજા તથા વોર્ડ નં.૧૧ ના પરેશ હરસોડા છેલ્લા ત્રણ બોર્ડથી ગેરહાજર રહેતા હોવાની હકીકત કાગળ પર ધ્‍યાને આવી હતી સેક્રેટરીએ આ અંગે મેયરનુ ધ્‍યાન પણ દોર્યું હતું મેયરે રેકર્ડની ખરાઇ કરી હતી બાદમાં બીપીએમસી એકટની કલમ ૧૧ હેઠળ કોઇપણ સભ્‍ય સતત છ મહિના સતા મંડળની મીટીંગમાં ગેરહાજર રહેતો તેને ગેરલાયક ઠેરવી શકાય તેવી જોગવાઇ સામે આવી હતી આથી મેયરની સુચનાથી સેક્રેટરી હરેશ રૂપારેલીયાએ કમિશનરને આ રીપોર્ટ મોકલી દીધો છે.

 પ્રક્રિયા મુજબ સેક્રેટરી વિભાગ કમિશનરને જાણ કરે અને કમિશનરે સરકારનું ધ્‍યાન દોરવાનુંહોય છે સરકાર આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરે તો તુરંત ચુંટણી પંચને જાણ કરવી પડે.

આમ હવે કોંગ્રેસના બેકોર્પોરેટરો ગેરલાયક ઠરે તો બે-બે વોર્ડમાં પેટાચુંટણી આવે તેવી શકયતાઓ છ.ે

અગાઉ ૧૯૮૧માં પણ કોંગ્રેસના ૧ કોર્પોરેટર ગેરલાયક ઠર્યા હતા.

અત્રે એ ખાસ નોંધનીય છે કે અગાઉ ૧૯૮૧ થી૮૭ની ટર્મમાં પણ કોંગ્રેસના કોર્પોરેટર નથુભાઇ સોલંકી સતત છ મહીના સુધી જનરલબોર્ડમાં નહી આવતા તેઓને ગેરલાયક ઠેરવાયા હતા.

 

 

દોષનો ટોપલો વિપક્ષી નેતા ઉપર ઠલવાયો

રાજકોટ : કોંગ્રેસનાં બે કોર્પોરેટરોની જનરલ બોર્ડમાં સતત ૬ મહીનાની ગેરહાજરી અંગે દોષનો ટોપલો વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા ઉપર ઠાલવવામાં આવી રહ્યાનું કોંગી વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. કોંગ્રેસનાં કાર્યકરોમાં  ચાલતી ચર્ચા મુજબ કોંગ્રેસના કોર્પોરેટરોની હાજરી નિભાવવાની જવાબદારી વિપક્ષી નેતાની છે. અને તેમાં બેદરકારી છતી થઇ છે.

 

(3:39 pm IST)