Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૩ નદી, આસ્‍થા, ઘાટ, સ્‍મશાન,પિતૃતર્પણ, શ્રાધ્‍ધકર્મ અને પોૈરાણિક મંદિરનો અભુતપુર્વ સંગમ

ઇન્‍દ્રેશ્વર મહાદેવ! અતિ પૌરાણિક-રહસ્‍યમય જગ્‍યા: લોક વાયકા છે કે અહિં સવારની પ્રથમ પુજા કોણ કરે છે? કોઇ જાણતું નથીઃ પણ મહાદેવ અપુજ રહેતા નથીઃ શિવલીંગ ઉપર હંમેશા તાજુ ફુલ હોય છે: ઇન્‍દ્રેશ્વર મહાદેવમાં પヘમિાભિમુખ શિવલીંગ છે જે ભાગ્‍યેજ કયાંક મંદિરમાં જોવા મળે જે તેની વિશેષ વિશેષતા છે

રાજકોટઃ જામનગરના ભાણવડ શહેરથી ખંભાળીયા હાઇ-વે રોડ ઉપર આવેલુ અતિ પૌરાણિક પાંડવકાળે સ્‍થાપિત મનાતુ ઇન્‍દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજજારો માનવી જીવની ભીડ જામી હતી.

જામનગર જિલ્લાના ભાણવડ શહેરથી ખંભાળીયા હાઇ-વે રોડ ઉપર ભાણવડથી ૩ કિ.મી. દૂર અતિ પોૈરાણિક ઇન્‍દ્રેશ્વર મહાદેવનું ભવ્‍ય મંદિર જોવા જેવું છે. જયાં પ્રકૃતિ સોૈંદર્યં વચ્‍ચે ત્રણ-ત્રણ નદિ વર્તુ-વેરાડી અને ફુલકુના ત્રિવેણી સંગમ ઘાટ અને ગંધથ્‍ય સમ્‍સાન અને ઇન્‍દ્રેશ્વર મહાદેવનું મંદિર હોવાથી શ્રાધ્‍ધ કાર્ય-પિતૃતર્પણ અને આસ્‍થાનું વિશિષ્‍ટ સ્‍થાન ધરાવે છે! મંદિરને પ્રવાસન વિભાગ અને મંદિરના ટ્રસ્‍ટગણ દ્વારા વિકાસનો વેગ મળતા પર્યટન સ્‍થળ તરીકે પણ વિકસી રહયું છે. શ્રાવણ માસ દરમિયાન દૂર-દૂરથી માનવ મેદની ઉમટી પડે છે.

ઇન્‍દ્રેશ્વર  મહાદેવની સ્‍થાપના અંગે બે મતો પ્રવર્તી રહયાછે. પ્રથમ મત અનુસાર ઇન્‍દ્રેશ્વર મહાદેવની સ્‍થાપ્ના પાંડવોએ વનવાસના સમય દરમ્‍યિાન કરી હતી. વનવાસ કાળ દરમિયાન અનેક સ્‍થળોએ શિવમંદિરની સ્‍થાપના કરેલ છે. જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે. શિવભકત પાંડવો વનવાસ દરમિયાન સ્‍નાન કર્યા વિના શિવપુજા કરતા નહિ, જેથી પાંડવો દ્વારા શિવમંદિરો ઝરણાના તટ પર જ સ્‍થાપના કરાવેલ જોવા મળે છે. જે માહેનું આ ઇન્‍દ્રેશ્વર મહાદેવજીનું મંદિર છે.

પોૈરાણિક દ્રષ્‍ટિએ જોઇએ તો પુરાણમાં ઉલ્લેખ છે કે ભારતામાં મણીકર્ણીકા ઘાટ-કાશી વિશ્વનાથ ઉજ્જૈન આદી કુલ સાડાત્રણ જાગતા સ્‍મશાન પૈકીના અડધા જાગતા સ્‍મશાન સામે જે મહાદેવની સ્‍થાપના કરવામાં આવી છે. તેની સ્‍થાપના ભગવાન ઇન્‍દ્રએ કરેલી છે. પુરાણ અનુસાર અડઘુ જાગતું સ્‍મશાન એટલે ત્રિવેણીને કાંઠે આવેલું ‘‘ગંધ્રથ્‍યું'' સ્‍મશાન (ઇન્‍દ્રેશ્વર મહાદેવના મંદિરો અન્‍ય જગ્‍યાએ પણ આવેલા હોવાથી કયા ઇન્‍દ્રેશ્વર મહાદેવની સ્‍થાપના ઇન્‍દ્ર ભગવાને કરી હતી? તેની ઓળખ માટે આટલી સ્‍પષ્‍ટતા આવશ્‍યક છે.

હજારો વર્ષ પુર્વે ઇન્‍દ્રની માતા અદિતિના કુંડળ ભોમાસુર નામનો રાક્ષસ લઇ ગયો હતો. જે વાતની જાણ થતા ભગવાન શ્રી કૃષ્‍ણએ ભોમાસુર રાક્ષસ સાથે યુધ્‍ધ કરી તેનો વધ કર્યો અને અદિતિના કુંડળ પરત મેળવી પટરાણી સત્‍યભામાને સાથે લઇ ઇન્‍દ્રલોકમાં ઇન્‍દ્રને આપવા ગયા, ત્‍યાં સત્‍યભામાએ પારિજાતનું વૃક્ષ જોયું તે વૃક્ષ પોતાની સાથે લઇ જવાના હઠાગ્રહ કરેલ પરંતુ ઇન્‍દ્રએ તે બાબતે નનૈયો ભણી દેતા મામલો યુધ્‍ધે પહોંચે તેવા સંકેતો ઉભા થયેલ. ભગવાન ભોળાનાથ મહાદેવે ત્‍યાં આવી સમાધાન કરાવી મામલો શાંત પાડેલ. ઇન્‍દ્રએ આ પછી ભગવાન શ્રી કૃષ્‍ણ અને સત્‍યભામાને યજમાનપદે બિરાજમાન કરી શિવલીંગની વિધિવત સ્‍થાપના કરી પ્રથમ અભિષેક ઇન્‍દ્રએ કરેલ. ઇન્‍દ્રના આંગણે ભગવાન પધારેલ હોવાથી તે (શિવલીંગ) મહાદેવનું નામ ઇન્‍દ્રેશ્વર મહાદેવ પાડેલ હોવાનું જણાય છે. તે સમયથી આજ ઇન્‍દ્રેશ્વર મહાદેવની વિશેષતાએ છે કે મહાદેવની પ્રથમ પુજા કોણ અને કયારે કરી જાય છે? જે આજે પણ કોઇ જાણી શકેલ નથી, જયારે પણ મહાદેવજીના દર્શન કરો ત્‍યારે શિવલીંગ ઉપર તાજુ ફુલ હોવાનું નજરે પડે છે. અને પ્રથમ પુજા અત્રે કોઇ કરી શકતું નથી, તેમજ શિવજી કદાપી અપુજ રહેતા પણ નથી. શિવ મંદિરના સંકૂલમાં ગણપતીજી, હનુમાનજી, કાળભૈરવ, બટુકભૈવર અને માં ગાયત્રી ઉપરાંત નાગદેવતાના મંદિરો સ્‍થાન ધરાવે છે.

 ચૈત્રમાસ દરમિયાન કાર્ય માટે આ સ્‍થળ ઉતમ હોવાથી અત્રે સ્‍મશાન, ત્રિવેણી નદિનો સંગમ અને મહાદેવનું પ્રાચીન મંદિર સાથે અતિ પવિત્ર ભુમી હોવાથી દૂર-દૂરથી  લોકો શ્રાધકાર્ય કરવા આવે છે. વર્તુ- વેરાળી અને ફુલકું નદિનો સંગમ, ગંધ્રથ્‍યું સ્‍મશાન અને પમિાભિમુખ શિવલીંગનું મંદિરએ કુદરતની દેન છે. સવિશેષ  કાગડાઓનો અત્રે વાસ છે. આ મંદિરને રાજય સરકારનાસહયોગથી  બાગ-બગીચા-હીંચકા-લપસીયા વિગેરે હોવાથી વિશેષ સુવિધા પ્રાત્‍પ થઇ છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ અત્રે શ્રધ્‍ધાળું અને શિવભકતો ઉમટી પડયા હતા. આ પવિત્ર -પોૈરાણિક જગ્‍યાની મુલાકાત સાથે પ્રાચીન મહાદેવ મંદિરના દર્શનનો લ્‍હાવો લેવો અમુલ્‍ય છે.  ઓમ નમઃ શિવાય.(૧.૧૯)

(2:47 pm IST)