Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૮૦ ફુટ રોડ પરથી ૧૦૪૦૦નો દેશી દારૂ ભરેલી પીકઅપ વેન પકડાઇ

થોરાળા પોલીસે જપ્‍ત કરીઃ ફુલઝરનો કુલદીપ અને અજાણ્‍યો શખ્‍સ પોલીસને જોઇ છનનન

રાજકોટઃ થોરાળા પોલીસે ૮૦ ફુટ રોડ પર એનપીસીએલ ગ્રાઉન્‍ડ પાસે રોડ પર વોચ રાખતાં જીજે૧૩એડબલ્‍યુ-૧૪૮૯ નંબરની પીકઅપ વેન અટકાવતાં તેમાંથી ફુલઝર (ચોટીલા)નો કુલદીપ ઉર્ફ લંગડો અને અજાણ્‍યો શખ્‍સ ઉતરીને ભાગી ગયા હતાં. આ વેનમાંથી રૂા. ૧૦૪૦૦નો ૫૨૦ લિટર દેશી દારૂ મળતાં તે તથા ૨,૧૫,૦૦૦ની પીકઅપવેન મળી કુલ રૂા. ૨,૨૫,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. થોરાળાના પીઆઇ એસ. એન. ગડુ, પીએસઆઇ કોટવાલ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્‍સ. મુકેશભાઇ ચરમટા, કોન્‍સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, દિપકભાઇ ડાંગર, વિજયભાઇ મકવાણા, જયદિપસિંહ જાડેજા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે બી. જે. જાડેજા, મુકેશભાઇ ચરમટા અને જયદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

(11:34 am IST)