Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બેડીપરા સુગરવાલા મિલ સામે મકાનમાં દરોડોઃ ઘોડીપાસા રમતાં ૮ ઝડપાયા

બી-ડિવીઝન પોલીસે પાટલો માંડનારા મહમદ ઠેબા સહિતને ૧૦૬૦૦ના મુદ્દામાલ સાથે પકડ્યા

રાજકોટ તા. ૧૬: બેડીપરા વિસ્તારની સુગરવાલા મિલ સામેના મકાનમાં રહેતો મહમદ અલારખાભાઇ ઠેબા (ઉ.૫૫) પોતાના ઘરમાં ઘોડીપાસાનો પાટલો માંડી જૂગાર રમાડતો હોવાની બાતમી બી-ડિવીઝનના મહેશભાઇ ચાવડા, કેતનભાઇ પટેલ અને કિરણભાઇ પરમારને મળતાં દરોડો પાડી મહમદ ઠેબા તથા બસીર મુંગરાભાઇ સોરા (ઉ.૪૫-રહે. ભગવતીપરા ખોડિયાર પાર્ક), રફિક જુસબભાઇ મકવાણા (ઉ.૪૪-રહે. ભગવતીપરા ઝમઝમવાળી શેરી), યુનુસ મુંગરભાઇ સોરા (ઉ.૫૨-રહે. નાણાવટી ચોકી આવાસ કવાર્ટર ૧૯/૪૩૧), મહેબુબ વલીભાઇ કારવા (ઉ.૫૨-રહે. મોરબી રોડ ચામડીયા પરા), સંજય જીતેન્દ્રભાઇ ચોટાઇ (ઉ.૨૧-રહે. ભગવતીપરા દત્તાત્રેય સ્કૂલ પાસે), મહેન્દ્ર લક્ષમણભાઇ રાઠોડ (ઉ.૩૭-રહે. ગાંધી વસાહત મોરબી રોડ) તથા શૈલેષ દેવાભાઇ ખીંટ (ઉ.૨૭-રહે. રોહીદાસપરા)ને પકડી લઇ રૂ. ૧૦૬૦૦ રોકડા તથા ઘોડીપાસા કબ્જે લીધા હતાં.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. વી.જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીનખાન મલેક, કોન્સ. એભલભાઇ બરાલીયા, કેતનભાઇ નિકોલા, હંસરાજભાઇ ઝાપડીયા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ વાઘેલા, કિરણભાઇ પરમાર, હેડકો. મનોજભાઇ મકવાણા સહિતે દરોડો પાડ્યો હતો.

(3:40 pm IST)