Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રતનપરમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે બે પકડાયાઃ ૩૦ ખાલી બોટલો અને સ્ટીકરો મળ્યાઃ ભેળસેળનું કારસ્તાન?!

સુત્રધાર ચંદ્રેશ ઉર્ફ પિન્ટૂ હાથ ન આવ્યોઃ તેના હદપાર પિત્રાઇ મનિષ અને મિત્ર સંજયની ધરપકડઃ એક રિક્ષા પણ કબ્જે : ચીલાચાલુ બ્રાન્ડના દારૂમાં ભેળસેળ કરી 'બ્લેક એન્ડ વ્હાઇટ' બ્રાન્ડ ઉભી કરી મોંઘા ભાવે વેંચી પ્યાસીઓને છેતરતા હોવાની શંકાઃ ટીચર્સ બ્રાન્ડના બોટલોના ૫૭ ખાલી બોકસ પણ મળ્યા :એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પરના રતનપર ગામમાં વિનાયક વિલા નામના મકાન નં. ૩૧માં રહેતો ચંદ્રેશ ઉર્ફ પિન્ટુ જગદીશભાઇ નામનો શખ્સ પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની બાતમી પરથી પેરોલ ફરલો સ્કવોડની ટીમે દરોડો પાડતાં ચંદ્રેશ મળ્યો નહોતો. પરંતુ તેનો હદપાર પિત્રાઇ મનિષ ગિરીશભાઇ પાઉ (રહે.ગાંધીગ્રામ લાખના બંગલા પાછળ કૃષ્ણભંજન રોડ) તથા મિત્ર સંજય રમેશભાઇ પૂજારા મળી આવ્યા હતાં. ઘરમાંથી રૂ. ૬૪૮૦૦નો ૨૧૬ બોટલ દારૂ ઉપરાંત ૩૦ ખાલી બોટલો અને બ્લેક એન્ડ વ્હાઇટ નામની દારૂની બ્રાન્ડના સ્ટીકરો તેમજ બ્રાન્ડેડ વ્હીસ્કીના ખાલી બોકસ પણ મળ્યા હોઇ ચીલાચાલુ બ્રાન્ડના દારૂમાં ભેળસેળ કરી આ દારૂ મોંઘા ભાવે વેંચવાનું કારસ્તાન હોવાની શંકા ઉપજી છે. જો કે સુત્રધાર ચંદ્રેશ હાથમાં આવ્યા બાદ વિશેષ વિગતો ખુલશે.

પોલીસે ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૨૧૬ દારૂની બોટલો, ૭૫૦ એમએલની કાચની ૩૦ ખાલી બોટલો, બ્લેક એન્ડ વ્હાઇટ લખેલા સ્ટીકર ૧૨ નંગ તથા ટીચર્સ લખેલા ખાલી બોકસ ૫૭ નંગ મળ્યા હતાં.  પોલીસને એવી દ્રઢ શંકા છે કે ચંદ્રેશ ઉર્ફ પિન્ટૂ ચીલાચાલુ બ્રાન્ડના દારૂમાંથી ખાલી બોટલોમાં થોડો થોડો દારૂ કાઢી બાદમાં તેમાં કોઇપણ પ્રવાહી ભેળવી આખી બોટલો ભરી આવી બોટલો પર બ્રાન્ડેડ વ્હીસ્કીના સ્ટીકરો લગાવીને મોંઘા ભાવે વેંચી પ્યાસીઓને છેતરતો હશે. જો કે તે હાથમાં આવ્યે સાચી વિગતો બહાર આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાના માર્ગદર્શન તથા પીઆઇ આર. વાય. રાવલની સુચના હેઠળ પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, રાજેશભાઇ ગીડા, ધર્મેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, હિતેષભાઇ રબારી, અનિલસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ ઝાલાની ટીમે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા પૈકીના મનિષને ૨૦૧૮થી રાજકોટ તથા આસપાસના જીલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો.

(3:39 pm IST)