Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પૂ.નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન

     રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રીનમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે આયોજીત કરવામાં આવેલાં ગુરુપૂર્ણિમા મહોત્સવના અવસરે ગુરુશિષ્યના આત્મિય  જોડાણ અને ભકિતભાવના અદભૂત દ્રશ્ય શ્રદ્ઘા અને સમર્પણતાની એક નવી કેડી કંડારી ગયા હતા. લુક એન લર્નના બાળકો તેમજ દીદીઓએ લહેરાતાં ધ્વજ સાથેપૂજય ગુરુદેવશ્રીને વધાવ્યાં હતા.  પારસધામ સંઘ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ બેલાવાલાએ  સ્વાગત કરેલ. વિશેષમાં, ગોંડલ સંપ્રદાયના આદ્યઆચાર્ય ભગવંત ડુંગરસિંહજી સ્વામીની ઉપકાર અભિવ્યકિત કરતી તેમજ જિનશાસનના સારથી એવાં આચાર્ય ભગવંતનો સુંદર પરિચય કરાવતી નાટિકા  'આચાર્યકોણ'ની  પ્રસ્તૃતી પારસધામ ઘાટકોપરના ભાવિકો દ્વારા  કરાયેલ.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજયગુરુદેવશ્રીએ એકગુરુ અને એકઆચાર્યની વાસ્તવિક ઓળખ આપતાં સમજાવ્યુંહતુંકે, શિષ્યોના આત્મા પર જે આત્મિય અનુશાસન કરી શકે એ આચાર્ય હોયછે અને આત્મિય અનુશાસક એજ બની શકતાં હોય છે જેમણે માત્ર સંયમની સાધના નહીં પરંતુ લાંબા સમય સુધી સૂરીપદ અને સૂરિમંત્રની કઠિનતમ આરાધના કરી હોય! જિનશાસનએ માત્ર સંયમ ધર્મના સ્વીકારથી નથી આગળ વધી રહ્યો પરંતુ આપણાં આત્મા પર અનુશાસન કરનારા એવા આત્મિય અનુશાસક પ્રત્યેના ઉપકાર ભાવથી આગળ વધી રહ્યુંછે.ગૌતમ કે ચંદના બનીએ તો મહાવીર મળે અને રાજુલ જેવા બનીએ તો નેમ મળી જાય એવો સમર્પણ ભાવ હોવો જોઈએ. કેમ કે, સંબંધોની બોટલ પર એકસપાયરી ડેટ લખેલી હોય, સમર્પણતાની બોટલ પર એકસપાયરી ડેટ નથી હોતી. એટલે ભકત હૃદયનો એક જ સંકલ્પ હોય કે એકસપાયરી વાળી સંબંધોની દુનિયાથી દૂર થઈને સમર્પણની દુનિયામાં જશુ તો જ ભગવાન મહાવીર અને ગૌતમની જેમ શાશ્વતને પામશું.

 ગોંડલ સંપ્રદાયનાં   પ્રવિણભાઈ કોઠારીએ તથા શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે રાજકોટના ગતવર્ષના ૭૫ સંત-સતીજીઓના ઐતિહાસિક સમૂહ ચાતુર્માસના સંસ્મરણો તાજા કરીને રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રી અને ૩૭ સંત-સતીજીઓને ચાતુર્માસ શુભેચ્છા અર્પણ કરી હતી.  સર્વ સંઘોનાં પ્રમુખોના હસ્તે  સ્થાનકવાસી હૃદયસ્પર્શી પ્રભાવક પ્રસંગોને આવરતી પુસ્તિકા અને પગદંડી મેગેઝિનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

(3:33 pm IST)