Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં દંપતિએ ફિનાઇલ અને સારવારની ટીકડીઓ પીધી

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં રહેતાં બિપીન પ્રાગજીભાઇ સાકરીયા (ઉ.૩૦) નામના કડીયા યુવાને ફિનાઇલની ગોળી અને તેના પત્નિ જયશ્રીબેન બિપીન સાકરીયા (ઉ.૨૬)એ બિમારીની ટીકડીઓ ઘરમાં પડી હતી તે પી લેતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

બંનેની તબિયતમાં સુધારો થતાં રાતે જ રજા આપી દેવાઇ હતી. બંનેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. બિપીન કડીયા કામ કરે છે. પતિ-પત્નિ વચ્ચે અલગ પડવા બાબતે વિખવાદ થતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.

(3:22 pm IST)