Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

૧ ઓગષ્ટથી રાજકોટ-દિલ્હી વચ્ચે વધારાની ફલાઇટ સેવા

દિલ્હીથી બપોરે ૧ર.પ૦ વાગ્યે ઉપડી ર.૩પ વાગ્યે રાજકોટ પહોંચશે : રાજકોટથી ૩.૦પ વાગ્યે પ્રસ્થાન

રાજકોટ, તા. ૧૬ :  ભારત સરકારે એરઇન્ડિયાના માધ્યમથી રાજકોટ-દિલ્હી વચ્ચે હાલની રોજીંદી ફલાઇટ સેવા ઉપરાંત તા. ૧ ઓગષ્ટથી વધારાની રોજની એક ફલાઇટ સેવા આપવાનો નક્કી કર્યુ છે. સાંસદ મોહનભાઇ કુંડારિયાના પ્રયાસો સફળ થયા છે. હજુ તેમણે રાજકોટ-મુંબઇ વચ્ચેની ફલાઇટની સંખ્યા વધારવા પ્રયાસો ચાલુ રાખ્યા છે.

એરઇન્ડિયાએ નક્કી કર્યા મુજબ ૧ર૦ બેઠકોનું પ્લેન દરરોજ બપોરે ૧ર.પ૦ વાગ્યે દિલ્હીથી ઉપડી ર.૩પ વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટથી બપોરે ૩.૦પ વાગ્યે ઉપડી ૪.૪પ વાગ્યે દિલ્હી પહોંચશે. રાજકોટ -દિલ્હી વચ્ચે મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે વધારાની હવાઇ સેવા ઘણી ઉપયોગી બનશે.

(3:16 pm IST)