Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

શનિવારે યોજાયેલ લોક અદાલતમાં ૭૦૨૦ કેસોનો સફળતાપુર્વક નિકાલ થયો

અકસ્માત વળતરના કેસોમાં ૯.૭૧ કરોડનું વળતર મંજુર

રાજકોટ તા ૧૫  :  શનિવારે રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનુ આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુદિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમન તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા પણ કુ. ગીતા ગોપી, ચેરમેન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.

 ગત તા. ૧૩/૦૭/૨૦૧૯ ના રોજ યોજાયેલ લોક અદાલતને મુખ્ય જીલ્લા ન્યાયધીશ કુ. ગીતા ગોપી મેડમ,એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ડી.ડી. ઠક્કર, શ્રીમતી કે.ડી. દવે, પી.કે. સતીષકુમાર, વી.વી. પરમાર, ડી.કે. દવે, એચ.એ. બ્રહ્મભટ્ટ, મુખ્ય સીનીયર સીવીલ જજ કુ. એચ.એસ. દવે,, ચીફ. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એસ.વી. મન્સુરી, એડી. સિનીયર સીવીલ જજ કુ. એન.એચ. વસવેલીયા, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પુર્ણકાલીન સચિવ શ્રી એસ.વી. જોટાણીયા, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાણી, એમ.એ.પી. બાર એસોસીએશન ના હોદેદારોનાઓના હસ્તે દીપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલ હતી. સદર પ્રસંગે રાજકોટના, રાજકોટ બારના સભ્યો, વકીલશ્રીઓ તેમજ વિમા કંપનીના તથા પી.જી.વી.સી.એલ ના તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જીલ્લા કાનૂની સેવા સત્ત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયધીશ કુ. ગીતા ગોપી દ્વારા લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી, અને જણાવવામાં આવેલ કે આપણે જયારે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી  જન્મ જયંતીની ઉજવણી કરી રહયા છીએ ત્યારે વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલ થાય તેવી આશા રાખેલ હતી.

આજના  દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૫૯૫૧ કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાંથી આજરોજ મોટર અકસ્માત વળતરના કુલ ૨૭૪ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમાં રૂા ૯,૭૧,૮૭,૯૪૨/- જેટલી રકમનું સમાધાન થયેલ, તેમજ ચેક રીટર્નના કુલ ૨૬૫૩ કેસોનો સમાધાન રાહે નીકાલ થયેલ, જેમાં રૂા ૧૭,૩૮,૬૩.૫૯/- જેટલી રકમનું સમાધાન થયેલ, તેમાજ લગ્ન વિષયક તકરાર અંગેના ૧૭૪ કેસોમાં સમાધાન રાહે નિકાલ થયેલ, આમ આજના દિવસે આ તમામ કેસો મળી કુલ ૬૬૩૩ પેન્ડીંગ કેસો તથા ૩૮૭ પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૭૦૨૦ કેસોનો નિકાલ થયેલ છે. આમ, રાજકોટ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો  પ્રતિસાદ મળેલ છે તથા મોટી સંખ્યામાં  કેસોનો નીકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજાનાર લોક અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે.

(3:47 pm IST)