Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજકોટને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં : ભાદર ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર

આજી-ન્યારી બાદ તળિયા ઝાટક ભાદરડેમમાં નર્મદાના નીર પહોંચતા સપાટી ઉંચકાવવા લાગી: જેતપુર, ગોંડલ, શાપર વેરાવળને પણ રાહત

રાજકોટ :રાજકોટને પીવાના પાણી પ્રશ્ને ચિતાની કોઈ જરૂર નથી પીવાના પાણીની કોઈ સમસ્યા નડશે નહીં આજી અને ન્યારીમાં નર્મદા નીર આવ્યા બાદ ભાદર ડેમમાં પણ નર્મદા નીર આવી પહોંચ્યા છે સૌની યોજના" હેઠળ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના અવતરણ થયા બાદ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચતા માત્ર રાજકોટ જ નહી પરંતુ જેતપુર, ગોંડલ, શાપર વેરાવળ ઉપરાંત ભાદર અને રાજકોટ વચ્ચેના અન્ય ૧૪ ગામોની પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ ગઈ છે.
સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ અને આર્થિક કેપિટલ રાજકોટ ખુબ જ ઝડપભેર વિકસી રહયું છે ત્યારે રાજકોટમાં પાણી જેવી અત્યંત મહત્વપૂર્ણ અને જીવાદોરીસમી જરૂરિયાત હવે ખુબ જ આસાનીથી સંતોષી શકાશે
   સરકારે સૌની યોજના હેઠળ રાજકોટના હૃદય સમ્રાટ એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવા સંકલ્પબધ્ધ થયા અને માત્ર ૭ મહિનાના ટુંકાગાળામાં ૩૧ કિ.મી.ની પાઇપલાઇન યુધ્ધના ધોરણે નંખાવી રાજકોટવાસીઓનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ યોજના ૩૮૦ કરોડના ખર્ચે સાકાર થઇ છે

(7:52 pm IST)