Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

કુવાડવા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે રૂ. ૧.૨૨ લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપી લીધી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તાર અમદાવાદ હાઇવે પર જીવાપરના પાટીયાથી આગળ હિરાસર જવાના રસ્તા પર વીડી પાસેથી રૂ. ૧,૨૨,૪૦૦નો ૪૦૮ બોટલ દારૂ ભરેલી બોલેરો પીકઅપ જીજે૩એઝેડ-૬૧૦૪ પકડી લઇ કુલ રૂ. ૫,૯૭,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાંચના એએસઆઇ ભરત વાઘેલા, હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, કોન્સ. કરણ મારૂ અને સંજય ચાવડાની બાતમી પરથી પીએઅસાઇ યુ. બી. જોગરાણા, બિપીનભાઇ ગઢવી, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, ઘનશ્યામસિંહ ચોૈહાણ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના હેઠળ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે બાતમી પરથી ગાડીને અટકાવતા અંધારાનો લાભ લઇ ચાલક ગાડી મુકી ભાગી ગયો હતો. જેમાં પાછળ તાલપતરી નીચે છુપાવાયેલી દારૂની ૩૪ પેટીઓ મળી આવી હતી. વાહન નંબરને આધારે વિશેષ તપાસ થઇ રહી છે.

(12:04 pm IST)