Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાહિત્‍ય સેતુ દ્વારા રેસકોર્ષ ખાતે ‘‘ પુસ્‍તક પરબ'' શરૂ કરતા સારો પ્રતિસાદ

રાજકોટ તા.૧૬ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત્‍યક પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ રાજકોટ સારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત વાંચનની પ્રવૃતિને વેગ મળે. તેવા શુભ આશયથી સાહિત્‍યપ્રેમી રસિકભાઇ મહેતા પુસ્‍તક પરબ દ્વારા શહેરની શાન સમા રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ‘‘પુસ્‍તક પરબ'' ખૂબ સારો પ્રતિસાદ મળેલ. લગભગ પાંચસોથી વધુ લોકોએ પ્રત્‍યક્ષ પુસ્‍તક પરબની મુલાકાત પરબની મુલાકાત લીધેલ. ૫૦ જેટલા વાંચનપ્રેમીઓ પુસ્‍તક વાચન માટે લઇ ગયેલ અને પુસ્‍તક પરબની પ્રવૃતિને બિરદાવેલ તેમજ પુસ્‍તકો ભેટ આપવાનું જણાવેલ.

વહેલી સવારે યોજવામાંૅ આવેલ પુસ્‍તક પરબની મુલાકાતે કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના સદસ્‍ય મનિષભાઇ રાડીયા, રેસકોર્ષ લાફીૅગ કલબના જેન્‍તીભાઇ માંડલીયા, પૂર્વ સીન્‍ડીકેટ મેમ્‍બર બાનુબેન ધકાણ, રાજકોટ શહેર ગ્રાહક સંગઠનના અધ્‍યક્ષ પ્રનંદભાઇ કલ્‍યાણી,  મોઢવણિક મિત્ર મંડળના પ્રકાશભાઇ ગાંગડીયા, રાજુભાઇ, રેલ્‍વે યુનિયનના અગ્રણી રાજેશભાઇ વી.મહેતા, જામનગરના સેવાભાવી તબીબ ડો. કમલ પૂજાણી સહિતના સ્‍વજનો પધારેલ સમગ્ર આયોજનની સફળતા માટે  સાહિત્‍ય સેતુંના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઇ શરદ, પરિમલભાઇ જાની, અરવિંદભાઇ  વોરા, હસુભાઇ શાહ, નૈષધભાઇ વોરા કાર્યરત રહેલ. પુસ્‍તક પરબ અંગે વિશેષ માહિતી માટે અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬નો સંપર્ક સાધવા જણાવ્‍યુ છે. (૪૦.૩)

સારું આરોગ્‍ય જાળવવા શું કરવું

ખાંડને બંધ કરીને દેશી ગોળ

આયોડીન નમક બંઘ કરીને સિંધવ મીઠું

મેંદો બંધ કરીને જવ, બાજરી, બાજરો, જુવાર, મકાઇ

રિફાઈન્‍ડ તેલ બંધ કરીને દેશી ધાણીનું તેલ

ભેંસનું દૂધ બઁધ કરીને દેશી ગાયનું દૂધ

ફ્રીઝનું પાણી બંધ કરીને માટલાનું પાણી

સામાજીક દ્રષ્‍ટિએ D.J. બંધ કરીને રેડીયો (આધ્‍યાત્‍મિક સંગ્રહ કે ભજન કે  સંગીત)

 વિલાયતી દવા બંધ કરીને દેશી દવા કે આયુર્વેદ

ઘરની અંદર ભરાઇ રહેવા કરતાંૅ કુદરતના ખોળે રહો.

હોટલનું ખાવાનું બંધ કરીને ઘરનું સાત્‍વિક ભોજન

રાત્રે પીણાં પીવાનું બંધ કરીને લીબું શરબત,નારીયેલ પાણી કે ઓરીજીનલ ફળોના રસ

નિયમિત યોગ/ પ્રાણાયામ

આ તેર નિયમોનું પાલન કરશો તો કોઇ પણ રોગ આપની પાસે આવતાં સો વાર વિચાર કરશે. (સોશ્‍યલ મિડીયા ઉપર વાયરલ થઇ રહેલ મેસેજ)

(3:36 pm IST)