Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કુવાડવાના જામગઢ પાસ વાડીમાં જુગાર રમતા રમેશ અને વનરાજ પકડાયા

કુવાડવા પોલીસનો દરોડો : રણછોડ, કેશુ, રાજુ, છગન, અરવિંદ અને ધનજીની શોધખોળ : રોકડ અને ૪પ બાઇક મળી રૂ. ૧.ર૦ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટઃ કુવાડવાના જામગઢ ગામ પાસે વાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. અજીતભાઇ લોખીલ, કોન્સ. મુકેશભાઇ, દેવેન્દ્રસિંહને બાતમી મળતા પીઆઇ બી.ઍમ. ઝણકાંતના માર્ગદર્શન હેઠળ વાડીમાં દરોડો પાડી વાડી માલીક રમેશ ધનાભાઇ રાજાણી અને વનરાજ રમેશભાઇ રાજાણીને પકડી લઇ રૂ. ૪૪પ૦ રોકડા તથા ૪ બાઇક મળી રૂ. ૧,ર૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે જામગઢના રણછોડ છગન વાટુકીયા, કેશુ તળશી પલાળીયા, રાજુ ભીખા ગોહેલ, છગન રણછોડ ભરાડીયા, અરવિંદ લવજી વાવડીયા અને ધનજી ડાયા વાવડીયાની શોધખોળ આદરી છે. 

(2:39 pm IST)