Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોનાને નાથવા પંચગવ્ય આયુર્વેદ ચિકિત્સા આશાનું કિરણ : રાજકોટ સહિતની ૧૦ હોસ્પિટલોમાં ટ્રાયલ

સરકારની મંજુરી મળી : નવી શોધ અનેક બીમારીઓમાં ઉપયોગી થવાની ડો. કથીરિયાને આશા

રાજકોટ તા. ૧૬ :.. રાષ્ટ્રીય કામધેનું આયોગ ગાયની સમગ્રતયા ઉપયોગીતા દ્વારા સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર વિકાસ માટે કાર્યરત છે. શાસ્ત્રોમાં ગાયના આર્થિક, સામાજીક, પર્યાવરણીય અન આધ્યાત્મિક પાસાઓના અનેક ઉલ્લેખ છે. કૃષિ, ભૂમિ,  સરંક્ષણ, જલ-વાયુ-પરિવર્તન, પર્યાવરણ, આરોગ્ય સહિત જીવરક્ષા સુધી અનેક રીતે ગાય ઉપયોગી છે. ગાયના પંચગવ્યના અનેક ફાયદાઓ છે એ રીતે જોતા ગાય એક અદ્ભુત, અલૌકિક, અમૂલ્ય અને અતુલ્ય જીવાત્મા છે હવે આયોગે કોરોનાને પંચગવ્ય આયુર્વેદ ચિકિત્સાથી નાથવાની દિશામાં કદમ માંડયા છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગ એના અનેકવિધ ઉદ્ેશ્યોના ભાગરૂપે પંચગવ્ય અને ગૌ ઉત્પાદનની ઉપયોગીતા રિસર્ચ દ્વારા સિધ્ધ કરવા કાર્યરત છે. વર્તમાન કોરોના પાનેમીકમાં એલોપેથી સારવારની સાથે આર્યુવેદ પંચગવ્ય,હોમીયાપેથી જેવી અનેક  પારંપારિક પધ્ધતિઓ સાથેના સમન્વય દ્વારા કોરોનાને નાથવા અનેક પ્રયોગો થઇ રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે આયોગ દ્વારા પંચગવ્ય નિર્મત દવાઓ દ્વારા 'સાયન્ટીફીક કલીનિકલ' ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયા જેઓ ખુદ એક એલોપેથીક કેન્સર સર્જન છે., તેમણે આ બાબતે પહેલ કરી, આઇ. સી. એમ. આર. (ICMR ) અને (WHO) વિશ્વ આરોગ્ય સંસ્થા ગાઇડ લાઇન મુજબ રીસર્ચ કરવા દેશભરના પંચગવ્ય આયુર્વેદ નિષ્ણાંત વૈદ્યો સાથે ચર્ચા વિચારણા કરી એક પ્રોટોકોલ તૈયાર કર્યો. જામનગર  આર્યુવેદ યુનિ. પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેષ જાનીની સાથે રહી પ્રધાનમંત્રી  કાર્યાલય, આયુષ મંત્રાલય અને આરોગ્ય  મંત્રાલય તથા ગુજરાત સરકારે સાથે સતત પરામર્શ વાર્તાલાપ અને પત્રવ્યવહાર કરી પંચગવ્ય દવાઓના 'સાયન્ટીફીક વેલીડેશન' માટે યોગ્ય મંજુરી માટે પ્રયાસો હાથ ધરાયા, 'કલીનીક એવીડેન્સી બેઇઝડ ટ્રાયલ' દ્વારા પંચગવ્યની વૈજ્ઞાનિકતા પ્રસ્થાપિત કરવા પ્રોત્સાહિત કર્યા.

ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે આ દિશામાં સરકારની મંજુરી મળી ગઇ છે. હવે રાજકોટ સહિત ગુજરાત અને દેશભરની ૧૦ જેટલી કોવીડ ૧૯ હોસ્પીટલોમાંગાઇડલાઇન મુજબ 'એથીકલ કમીટી' ની એપ્રુવલ સાથે નિષ્ણાંતોની ટીમ દ્વારા ઝડપથી કાર્ય શરૂ કરવામાં આવશે.

કલીનીકલ ટ્રાયલ શરૂ કરવા માટે યોગ્ય મંજુરી મેળવવા આયુષ મંત્રાલયના સેક્રેટરી અને પ્રસિદ્ધ આયુર્વેદ નિષ્ણાંત ગુજરાત આયુર્વેદ યુનિ.ના પૂર્વ ઉપકુલપતિ ડો. રાજેશ કોટેચા, ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતી  રવિ, આયુષ વિભાગના ડાયરેકટર ડો. ભાવનાબેન પટેલ, ડેપ્યુટી ડાયરેકટર ફાલ્ગુન પટેલ તથા અન્ય અધિકારીઓ અને લોકાયુર્વેદના પ્રણેતા ડો. હિતેષ જાનીના સહિયારા પ્રયાસો રહ્યા છે. આ રીસર્ચ ભવિષ્યામાં આવનારી સંભવિત અનેક બીમારીઓની સારવાર માટે દિશાસુચક બની રહેશે.

ડો. કથિરીયાએ જણાવ્યું હતું કે આ રીસર્ચથી આવનારા દિવસોમાં ઇન્ટ્રીગ્રેટેડ એપ્રોચથી સારવાર માટેના દ્વારા ખુલશે. જયા જે સારુ છે અને વૈજ્ઞાનિક છે. તેનો વૈશ્વિક કલ્યાણ માટે ઉપસ્થિત કરવો એ વિચારને પૂર્ણ સમર્થન મળશે.

(3:42 pm IST)