Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વોર્ડ નં. ૩ ના પોપટપરામાં સતત બીજા દિવસે પાણીનાં ધાંધીયાઃ લોકરોષ

કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ તાત્કાલીક રીપેરીંગ શરૂ કરાવ્યુ઼

રાજકોટ, તા., ૧૬: શહેરનાં પોપટપરા વિસ્તારમાં આજે સતત બીજા દિવસે પાણીનાં ધાંધીયા સર્જાતા રહેવાસીઓએ થાળી વગાડી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. જો કે આ વોર્ડના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા ઙ્ગતાત્કાલીક રીપેરીંગ શરૂ કરાવી પાણીની સમસ્યા દુર કરાવી હતી. આ અંગેની વિગતો મુજબ શહેરમાં વોર્ડ નં ૩ના પોપટપરા વિસ્તારમાં તંત્ર ની બેદરકારી નાં કારણે લોકડાઉનની વચ્ચે ભર ઉનાળે પાણી ની મોંકાણ સર્જાણી છે. આ પ્રશ્ર્ન નો ઉકેલવામાં તંત્ર વામણું પુરવાર થયું છે આજે પણ વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાદ્યેલા ને ફરિયાદ મળતાં વોર્ડ ઈજનેર સહીત નાં સ્ટાફ ને દોડાવ્યો હતો ગઈ કાલે આ વિસ્તારમાં પાણી કાપ હતો અને આજે પણ પાણી ન મળતાં લોકો પરેશાન છે. તાત્કાલિક આ પ્રશ્ર્ન નો ઉકેલ નહીં આવે તો શેરીઓમાં થાળી - વેલણ વગાળી વિરોધ દર્શાવવામાં આવશે. તેવી ચીમકી આ તકે રહેવાસીઓએ ઉચ્ચારી હતી.

(3:41 pm IST)