Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વિલ્સન સ્પોર્ટસ દ્વારા ભોજનની વ્યવસ્થા

રાજકોટઃ વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા કોરોનાની મહામારી વચ્ચે રોજેરોજ ૨૫૦૦થી વધુ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કરણપરા ખાતે આ રાહત રસોડાની મુલાકાતે ગુજરા મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મયુર અશ્વીન મોલીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહીતનાએ મુલાકાત લીધી હતી. આ સેવાકાર્યને સફળ બનાવવા રણજીતભાઈ ચાવડીયા, દીપકભાઈ ભટ્ટ, વિશાલ માંડલીયા, પાળ નકલંક મંદિરના સંત આંબેવ પીરની મોટી જગ્યાના મહંત ટીટાભગત, ઉમેશ જે.પી., નાનુભાઈ ગોંડલીયા, ભાવેશ કારીયા, નીલેશભાઈ ચાવડીયા, રામુભાઈ ચાવડીયા, નીખીલ જાદવ, સંદીપ ચાવડા, મયુર બુધેલ, મહેશ ભગત, નિલેશ ભગત, યોગેશ ગણાત્રા, અરૂણબાપુ, મયુરબાપુ, અશોકભાઈ, મુન્નાભાઈ, રાજુભાઈ, ભદાભાઈ રોયલ પંજાબી, છોટુભાઈ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:38 pm IST)