Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

પોલીસ-મ્‍યુ. કોર્પોરેશન કર્મચારીના ઘર્ષણ અટકાવવા બંન્ને તંત્રએ ખાસ અધિકારીઓ નિમ્‍યા

ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા અને મ્‍યુ. ડે. કમિશનર શ્રી સિંગ આવી ઘટનાઓની સંયુકત તપાસ કરશે

રાજકોટ, તા. ૧૬ : લોકડાઉન દરમિયાન ફરજ પર જતાં મ્‍યુ. કોર્પોરેશનને અટકાવી તેઓ પાસે પોલીસ તંત્ર દંડ વસુલતુ હોવાના અને વાહન ડીટેઇન કરવાની ઘટનાઓ એક પછી એક બનતા આ મુદે પોલીસ અને મ્‍યુ. કોર્પોરેશન તંત્ર આમને-સામને આવી ગયું હતું. આથી હવે આવી ઘટનાઓની સંયુકત પાસ કરવા માટે બંન્ને તંત્રએ પોત પોતાના ખાસ અધિકારીઓની નિમણૂંક કરી છે જેથી આવા બનાવોનું પુનઃરાવર્તન ન થાય.

આ અંગેની વિગતો મુજબ કોરન્‍ટાઇન વગેરેની કોરોના સબંધ ફરજ બજાવવા જતા કોર્પોરેશનના કર્મચારીઓને પોલીસ અટકાવીને લોકડાઉનના નિયમો તોડવા અંગે દંડ વસુલી વાહન જપ્ત કરતાં હોવાનાં એક પછી એક પાંચ કિસ્‍સાઓ બનતાં મ્‍યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓએ આવી ખોટી કનડગત અંગે ઉગ્ર રજૂઆતો મ્‍યુ. કમિશનરને કરી હતી. અને માસ્‍ક વગર ફરતાં પોલીસ કર્મીઓને પણ દંડ કરવા જણાવલ.

આથી આ મુદ્‌્‌ે પોલીસ અને મ્‍યુ. કોર્પોરેશન સામ-સામે આવી ગયેલ.

આથી મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આવા બનાવો અટકાવવા પોતપોતાનાં બે ખાસ અધિકારીઓની સંયુકત ટીમ બનાવી છે.

જેમાં મ્‍યુ. કોર્પોરેશનનાં ડે. કમિશનરશ્રી સિંગ ત્‍થા પોલીસ તંત્રનાં ડી. સી. પી. મનોહરસિંહ જાડેજા બન્ને અધિકારીઓ મળીને હવેથી આવી ઘટનાની સંયુકત તપાસ કરી ગુણદોષનાં  આધારે આગળની કાર્યવાહી કરશે. તેવો નિર્ણય બંને તંત્ર દ્વારા લેવાયો છે.

(3:30 pm IST)