Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટની તમામ ૮ સબ રજીસ્‍ટાર કચેરી ઓનલાઇન ચાલૂ કરવા અંગે સોમવારે કલેકટરને દરખાસ્‍ત

સુપ્રિટેન્‍ડન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ-ગાંધીનગરે હવે ચાલૂ કરી શકાય એવો લેટર મોકલ્‍યા બાદ દરખાસ્‍ત કરાશે

રાજકોટ તા. ૧૬ : રાજકોટ શહેરની તમામ ૮ સબ રજીસ્‍ટાર કચેરી સોમવારથી ઓનલાઇન ચાલૂ કરવા અંગે નોંધણી નિરીક્ષક શ્રી સવાણી રાજકોટ કલેકટરને સોમવારે દરખાસ્‍ત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. સોમવારે દરખાસ્‍ત થયા બાદ કલેકટરની મંજુરી મળ્‍યે ઓનલાઇન ધમધમાટ શરૂ થાય તેવી શકયતા છ.ે

હાલ, જીલ્લામાં વિંછીયા, કોટડા સાંગાણી, જામકંડોરણા, પડધરી અને લોધીકા ખાતે દસ્‍તાવેજોની ઓનલાઇન પ્રક્રિયા ચાલૂ છે, હવે રાજકોટની ૮ કચેરીઓ સહિત જિલ્લાની તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરી શરૂ કરવા. અંગે નોંધણી નિરીક્ષક શ્રી સવાણી સોમવારે દરખાસ્‍ત કરશે. તેમણે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે, જેમાં સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ-સેનેટાઇઝર-૩પ થી ૪૦ ટકા સ્‍ટાફ, ફરજીયાત માસ્‍ક વિગેરે મુદા કલેકટરને કરાયેલ દરખાસ્‍તમાં આવરી લેવાશે.અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે રાજયના સુપ્રિટેન્‍ડન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ દ્વારા દરેક નોંધણી નિરિક્ષકને એવો પત્ર પાઠવાયો છે કે તમામ બાબતોનું પાલન કરી-હવે સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ ઓનલાઇન ચાલૂ કરી શકાય, પરીણામે શ્રી સવાણી આવી દરખાસ્‍ત કલેકટરને કરશે.

અત્રે એ ઉમેરવું જરૂરી કે અગાઉ તા.૮/પ/ર૦ર૦ના રોજ કલેકટરશ્રી સાથે નોંધણી નિરીક્ષક શ્રી સવાણીએ પરામર્શ કર્યો હતો, પરંતુ ત્‍યારે કલેકટરશ્રીએ સબ રજીસ્‍ટ્રાર કચેરી ચાલુ કરવા અંગે મનાઇ ફરમાવી હતી, પરંતુ હવે શહેર - જિલ્લામાં સ્‍થિતિ સુધરી હોય સોમવારે શ્રી સવાણી નવેસરથી દરખાસ્‍ત કરનાર છે.

(3:29 pm IST)