Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વંશ સુથાર જ્ઞાતિ દ્વારા અન્ન સેવા

કોરોના લોકડાઉનમાં જે લોકો પુરતુ ભોજન મેળવી ન શકતા હોય તેવા જરૂરતમંદ લોકોને ઘરે બેઠા ભોજન પહોંચાડવાનો સેવાયજ્ઞ વંશ સુથાર જ્ઞાતિ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જ્ઞાતિના પ્રમુખ અનિલભાઇ ગોવિંદભાઇ સુદ્રાના નેતૃત્વ હેઠળ જ્ઞાતિ ભાઇ બહેનો આ કાર્યમાં સહયોગી બની રહ્યા છે. સવારે ગુંદી ગાંઠીયાનો નાસ્તો, સાંજે શાક, રોટલી, દહીં, છાસ, ભાત સહીતનું ભોજન અપાય છે. મવડી, કણકોટ, વાવડી, ન્યારી ડેમ સહીતના વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીમાં આ ભોજન પહોંચાડવામાં આવે છે. ઉપરાંત જ્ઞાતિના જરૂરતમંદ લોકોને રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

(2:53 pm IST)