Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સિન્ડીકેટ બેન્ક એમ્પ્લોઈઝ યુનિયનનું ઉત્તમ સેવાકીય કાર્ય પોતાની ઘરવાપસી કરતા ૧૦૦૦ શ્રમિકોને ભોજન પુરૂ પાડયુ

સિન્ડીકેટ બેન્ક એમ્પ્લોઈઝ યુનિયન ગુજરાત સ્ટેટ કમિટીએ એક ઉમદા માનવ સેવાનુ કાર્ય કરી પોતાની ફરજ બજાવી છે. આ યુનિયને અસંગઠીત ક્ષેત્રના પરપ્રાંતીય મજુરો કે જેઓ રાજકોટથી મધ્યપ્રદેશ પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે તેઓની વ્હારે આવ્યુ હતું. યુનિયને ૧૦૦૦ જેટલા મજુરો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આ માટે તેને રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો હતો. શ્રમિકોને બસમાં જ ભોજન પ્રાપ્ત થાય તેવો પ્રબંધ કરવામાં આવ્યો હતો કારણ કે રજીસ્ટ્રેશન બાદ તેઓને નીચે ઉતરવાની મનાઈ કરવામાં આવી હતી. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર દવે અને યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણી તથા સ્ટેટ કમિટ ચેમ્બર પિયુષ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. આ કાર્ય કરવા બદલ યુનિયનના સ્ટેટ સેક્રેટરી (સિન્ડીકેટ બેન્ક) ભરત પંચાલે પણ આ કાર્ય કરનાર કર્મચારીઓ અને ટ્રસ્ટના સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા લોકડાઉન દરમિયાન શ્રમિકો વચ્ચે ઉપસ્થિત રહેનાર યુનિયનના હોદેદારોને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

(2:53 pm IST)