Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

અટીકામાં લાકડાના ડેલામાં આગ લાગતા એક લાખનું નુકશાન

રાજકોટઃ  અટીકા ફાટક પાસે આવેલા મીહીર વૂડન સેલ નામના લાકડાના ડેલામાં આગ લાગતા બાજુના કારખાનામાં રહેતા મજુરે જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે એક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. જાણ થતા નવલનગર ગુરૂપ્રસાદ સોસાયટી પાસે રહેતા ડેલાના માલીક દિપકભાઇ વિનોદભાઇ વડગામા સ્થળ પર પહોંચી ગયા હતા.

આગમાં તૈયાર માલમાં ટીપાઇ, ખુરશી તથા હેન્ડલ અને કાચો માલ બળી ગયો હતો તેમાં અંદાજે એક લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. આગ ઇલેકટ્રીક મીટર પાસે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ડેલાના માલીકે જણાવ્યું હતું.

(2:52 pm IST)