Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કેન્દ્ર સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજો આવકાર્ય : વિકાસને નવો વેગ મળશે

ટેક્ષટાઇલ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થશે : ગૌતમ ધમસાણીયા

રાજકોટ, તા. ૧૬ : વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ જુદાજુદા ક્ષેત્રના મળી કુલ ૨૦ લાખ કરોડના પેકેજથી તથા એમ એસ એમ ઈની ની નવી ગાઇડલાઇન થી ઉદ્યોગોને મોટા પ્રમાણમાં ફાયદો થશે ઉપરાંત આ પેકેજનું સરકારશ્રી તથા ઉદ્યોગો દ્વારા યોગ્ય આયોજન અને અમલીકરણ થી ભારતના ઉદ્યોગો વિશ્વમાં પોતાનું નામ રોશન કરી શકશે અને વડાપ્રધાન શ્રી ના 5 trillion ઇકોનોમીના સ્વપ્નાને સાકાર કરી શકશે

 સરકારશ્રીના એમ.એસ.એમ.ઈ ને ગેરેન્ટી વિનાની લોન epf નો લાભ ટીડીએસ ટીસીએસ ના દરમાં દ્યટાડો ૨૦૦ કરોડ સુધીના ટેન્ડરો નો ભારતીય કંપનીને જ લાભ ડિસ્કોમને liquidatioઁ પેકેજ( જે ભંડોળ discom પોતાના ગ્રાહકોને ફાયદો આપશે )કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માં કોલડ સ્ટોરેજ ડેરી પ્રોડકટ માટે સહાય કલસ્ટર આધારિત નાના શ્ંંફુ એકમોને સહાય વગેરે પેકેજથી સરકારની આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની નેમને સાકાર કરી શકશો

textile સેકટર ખૂબ જ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉધોગ હોય સરકારશ્રીની એમ.એસ.એમ.ઈ ની નવી ગાઇડ લાઇન આવતા ટેકસટાઇલ ઉદ્યોગ માટે પણ ઉજળી તકો દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં ટેકસટાઇલ ઉદ્યોગના જીનીગ અને સ્પીનીગ ખૂબ જ પ્રમાણમાં છે એમ એસ એમ ઇ ની નવી ગાઇડ લાઇન થી ટેકસટાઇલ ની ફોરવરડ integration જેવીકે વિવિંગ નિટીગ પ્રોસેસિંગ ડાઇંગ ગારમેન્ટ  જેવા ઉદ્યોગો માટે પણ સૌરાષ્ટ્રમાં ઉજળી તકો છે textile નો મેડિકલ ક્ષેત્રે

 વધતો ઉપયોગ અને કોરોના મહામારીને લીધે વિશ્વના અન્ય દેશો ચાઇના થી વિમુખ થયા હોય ભારતને ટેકસટાઇલ ક્ષેત્રમાં વૈશ્વિક એકસપોર્ટ માં વિપુલ તકો રહેલી છે ટેકસટાઇલ ક્ષેત્ર ભારતનું ખેતી પછી બીજા નંબરનું એમ્પ્લોયમેન્ટ સેકટર છે જેથી સૌરાષ્ટ્રમાં ટેકસટાઇલ સેકટરમાં રોકાણ થવાથી ખૂબ જ પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને સૌરાષ્ટ્રની આગવી ઓળખ જેવા કે ઓટો, લોખંડ બ્રાસપાર્ટ સીરામીક વગેરેની જેમ ટેકસટાઇલ ક્ષેત્રે પણ આગવી ઓળખ ઉભી કરી શકીએ તેમ છીએ.

(2:51 pm IST)