Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટમાં વેપાર-ઉદ્યોગ શરૂ કરવા દયો

મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સમાં ચેમ્બરની સ્પષ્ટ વાત

રાજકોટ તા. ૧૬: રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવએ ગઇકાલ સાંજે ૬-૩૦ વાગ્યે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને રાજકોટની તમામ પરિસ્થિતિથી વાકેફ કરેલ છે. અને રાજકોટના માત્ર કન્ટેઇમેન્ટ એરીયાને (જંગલેશ્વર વિસ્તાર) ને બાદ કરીને બાકીના તમામ વેપાર-ઉદ્યોગને છુટ આપવી જોઇએ તેવી રજુઆત મુદાસર કરી હતી. સૌ પ્રથમ વિજયભાઇ રૂપાણીની ટીમ ગુજરાતને આર્થિક પેકેજ જાહેર કરવા બદલ અભિનંદન આપેલ હતા.

વધુમાં સરકાર ગાઇડ લાઇન કલીયર આપે કે માત્ર આટલો વિસ્તાર જ ખોલવાનો નથી તેથી બાકીનો તમામ વિસ્તાર ખોલી શકાય. આ માટે કોઇપણ પાસ પ્રથા ન રાખવી જોઇએ. જેથી પોલીસની કામગીરી ઘટાડી શકાય.

પસાશન જોડે રાજકોટ ચેમ્બર સાથે રાખી કોર કમીટીની રચના કરો જેથી ખરા અર્થમાં શહેર ખોલી શકાય. સવારે ૭ થી સાંજે ૭ સુધી ખોલો ત્યારબાદ કડક અમલ કરાવો.

ગુજરાતનો ઇમ્યુનીટી પાવર ખુબ મજબુત હોય કોરોનાથી ડર્યા વગર તમામ ધંધા વારાફરતી સોશીયલ ડીસ્ટન્સ તેમજ નિયમોના પાલન સાથે ખોલાવો તેવી પ્રબળ માંગણી કરેલ હતી.

રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવની માંગણીને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ ગુજરાતની મુખ્ય ચેમ્બરો સાથે વિડીયો કોન્ફરન્સ કરેલ હતી જેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, ભાવનગર, તેમજ સુરત ચેમ્બરના હોદેદારોએ ભાગ લીધેલ હતો. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:51 pm IST)