Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોઠારીયા રોડ ઉપર થયેલ બાવાજી ખુન કેસના ગુનામાં પકડાયેલ દરબાર શખ્સ જામીન પર

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ ઉપર બાવાજીના ખુનના ગુન્હામાં પકડાયેલ દરબાર શખ્સનો જામીન ઉપર છુટકારો સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં રહેતા સુરેશ નારણભાઇ ગૌસ્વામીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તેઓના દિકરા રાહુલ તેઓના મિત્રો દિવ્યરાજ ઉર્ફે દેવુ શકિતસિંહ જાડેજા, દેવેન્દ્ર ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજા, દિવ્યેશ રાજુભાઇ લાવડીયા તથા વિમલ ઉર્ફે જયરાજ કાળુભાઇ મંડ સાથે હરીદર્શન મોલ પાસે બેઠા હતા ત્યારે જયુ આહીર અને દિવ્યરાજસિંહ જાડેજા બોલાચાલી થયેલ અને ત્યારે આ આરોપીઓએ ગુજરનાર રાહુલને ઢીકાપાટુનો માર મારેલ અને દીવ્યરાજસિંહએ નેફા માંથી છરી કાઢી જયરાજ ઉર્ફે જયુ મંડને આપેલ અને બાકીના ત્રણેય જણાએ વિમલને પકડી રાખેલ અને જયુ મંડએ છરીના ઘા રાહુલને મારેલ હતા આ બનાવની જાણ ફરીયાદીને નજરે જોનાર સાહેદ પ્રતિપાલસિંહ જાડેજાએ જાણ કરતા તેઓ સીવીલ હોસ્પિીટલે પહોંચેલ અને ત્યાં તેના પુત્રનું મોત નિપજયાનું તેઓને જાણ થતા તેઓએ તાત્કાલીક આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ આઇ.પી.સી. કલમ ૩૦ર, પ૦૪, ૧૧૪નો ગુન્હો નોંધેલ. પોલીસ તપાસ હાથ ધરેલ હતી. જેમાં તા. ર૧/૧/ર૦ર૦ના રોજ દીવ્યરાજસિંહ ઉર્ફે દેવુ શકિતસિંહ જાડેજા, દેવેન્દ્ર ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજા, દિવ્યેશ રાજુભાઇ લાવડીયા તથા વિમલ ઉર્ફે જયરાજ કાળુભાઇ મંડની ધરપકડ કરી રીમાન્ડની માંગણી સાથે રજુ કરી મુદામાલ છરી કબ્જે કરી આરોપીને જેલ હવાલે કરેલ હતા અને તપાસના અંતે આરોપી વિરૂધ્ધ પુરાવો હોય ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ હતો.

ઉપરોકત આરોપીઓ પૈકી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજાએ સેશખ્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી અને બચાવપક્ષે શ્રી ભગીરથસિંહ ડોડીયાએ એવી રજુઆત કરેલ હતી કે આ કામમાં આરોપી દીવ્યરાજએ ગુજરનારને કોઇ હથીયારથી ઇજા કરેલ નથી અને બનાવના અંતમાં તેઓ સ્થળ ઉપર આવેલ હતા, ગુજરનાર સાથે તેઓને કોઇ દુશ્મનાવટ ન હતી.

ઉપરોકત સંજોગોમાં પ્રિન્સી. સેશન્સ જજશ્રીએ આરોપીના એડવોકેટ શ્રી ભગીરથસિંહ ડોડીયાની રજુઆતો, રજુ થયેલ ચુકાદાઓ અને પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજાને રૂ. રપ,૦૦૦/-ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રાજકોટના એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, ઇન્દ્રસિંહ ઝાલા, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:50 pm IST)