Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કોરોના વાયરસ સંદર્ભે શ્રમિકોને વતનમાં જવા વકિલોની કમિટી બનાવાઇ

રાજકોટ શહેર અને જીલ્લામાં રપ વકિલોની નિમણુંક કરાઇઃ શ્રમિકોને માર્ગદર્શન અપાશે

રાજકોટ તા. ૧૬: કોરોના વાયરસની મહામારીમાં સપડાયેલા શ્રમિકો-પરપ્રાંતિય ફસાયેલા લોકોને જે પોતાના વતનમાં જવા માંગતા હોય તે માટેની રાજકોટ કાનુની સેવા સતા મંડળ દ્વારા શહેર અને જીલ્લા કક્ષાની કમિટિ બનાવવામાં આવી છે.

આ કમિટિના હેડ તરીકે એડવોકેટ સંદિપ અંતાણીની નિમણુંક કરવામાં આવી છે. તેમની સાથે શહેર-જીલ્લાના વિવિધ તાલુકાઓના વકિલોની નિમણુંકો કરવામાં આવી છે.

ઉપરોકત સેવા વિના મુલ્યે અને નિઃશુલ્ક કરવામાં આવશે. આ માટે કમિટિના વકીલો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને જીલ્લા બહાર કે, રાજય બહાર મોકલવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે આ કમિટિમાં કુલ રપ વકિલોની જીલ્લામાં તાલુકા કક્ષાએ નિમણુંક કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા કાનુની સેવા સતા મંડળ મારફતે પરપ્રાંતિય શ્રમિકો કે જેઓને જીલ્લા કે, રાજય બહાર કોઇ વ્યકિત કે શ્રમિકોને જવું હોય તેમના માટે એક જીલ્લા કક્ષાની વકિલોની કમિટિ બનાવવામાં આવી છે. જેમાં એડીઆર સેન્ટરના મેમ્બર સેક્રેટરી જજ શ્રી જોટાણીયાના માર્ગદર્શન હેઠળ આ કમિટિ કામ કરશે.

આ કમિટિનાં રાજકોટ જીલ્લાના એડવોકેટ સંદિપભાઇ અંતાણી ફરજ બજાવશે આ કમિટિ રાજકોટના મહિલા ધારાશાસ્ત્રી મહેશ્વરીબેન ચૌહાણની નિમણુંક રાજકોટ શહેર માટે કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ જીલ્લા માટેની કમિટીનો ગોંડલના ડીમ્પલબેન વ્યાસ ત્થા મુકેશભાઇ વરસાણી, જેતપુરના જે. પી. પારધી, એન. બી. પંડયા, ધોરાજીના એ. એ. સાગઠીયા, એસ. પી. વાઢેર તેમજ આજ રીતે જસદણ, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા, જામ કંડોરણા, વિંછીયાના વકીલોનો પણ કમિટિમાં સમાવેશ કરવામાં આવેલ છે.

(2:50 pm IST)