Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કાલે ૧૭મે વિશ્વ દૂરસંદેશા વ્યવહાર દિન

કોમ્યુનીકેશનના પ્રચાર -પ્રસારની શરૂઆત નારદ મુનિએ કરેલી

૧૭મી મે ૧૯૬૫નાં દિવસે આંતરરાષ્ટ્રીય ટેલીગ્રાફ યુનિયન શરૂઆત થયેલ. જે પાછળથી રાષ્ટ્રસંઘની એજન્સી બની તેથી ૧૭મી મે નો દિવસ વિશ્વ દૂર સંદેશાવ્યવહાર દિન તરીકે ઊજવાય છે.

કોમ્યુનિકેશનનાં પ્રચાર પ્રસારની શરૂઆત નારદમૂનિએ કરી હતી. પત્રકારના પિતામહ નારદમૂનિ ગણવામાં આવે છે. આ લોકડાઉનનાં સમયમાં ટેલીકોમ્યુનિકેશન જ લોકોનો મોટો સાથે બન્યો. જો આ લોકડાઉન ૨૦૦૦ની સાલમાં થયો હતોય તો વિચારી પણ ન શકીએ કે શી રીતે માણસ માત્ર ઘરમાં રહી શકયો હોત? અત્યારે હોમ કોરોન્ટાઇનનાં સમયમાં પણ પોતાના સ્વજન સાથે વિડિયો કોલ દ્વારા જન્મદિવસની શુભેચ્છા કે મૃત્યુવિધિ વિડિયો કોલ દ્વારા થઇ. બેસણા પણ ટેલીફોનીક જ થવા લાગ્યા. જે એક નવા આયામની શરૂઆત ગણી શકાય.

શું કોઇને કલ્પના હતી કે ઘરે રહી નોકરી ધંધાનું કામ થશે? બાળકને શાળા, હોસ્ટેલ, ટયુશન કલાસને બદલે ઘરે ટી.વી. મોબાઇલ, કોમ્પ્યુટર કે લેપટોપ પર શિક્ષણ મળશે? તમે શું કયારેય કલ્પના કરી હતી કે બાળકો ઘરે બેસીને જ ભણશે, ઓફિસનું કામ ઘરે બેસી થશે, બેસણામાં રૂબરૂ જવાની જરૂર નહી હોય અને લગ્નપ્રસંગમાં માત્ર દસ જ વ્યકિત આવી શકાય કે સગા -સંબંધીને રૂબરૂ મળવાને બદલે માત્ર ટેલીફોનીક ખબર અંતર લેવાશે? આનો અર્થ નેગેટીવ નહીં પરંતુ આ બધુ કોમ્યુનિકેશન -દૂર સંદેશા વ્યવહારનાં કારણે જ શકય બન્યું. કોમ્યુનિકેશન એટલે પહેલાનાં લોકો માત્ર ટેલીગ્રામ કે ટેલીફોન જ ગણતાં હતા. અગત્યનાં કોઇ પણ સંદેશાવ્યવહાર માટે તાર મોકલવામાં આવ તો અને તાર કોઇના ઘરે આવે. તો પણ કૂતુહલ રહેતુ કે શું હશે? કોમ્યુનિકેશન ક્ષેત્રમાં સૌથી મોટી ક્રાંતિ ઉપગ્રહો દ્વારા આવી. ભ્રમણકક્ષામાં સ્થાપિત થયેલ ઉપગ્રહ આખા વિશ્વના કોમ્યુનિકેશનનું સંચાલન સચોટતાપૂર્વક કરે છે. આજે આપણે ઘરમાં બેસી ટીવી જોઇએ છીએ. ઇન્ટરનેટ વાપરીએ છીએ અગાઉ વાત કરીએ પ્રમાણે ઘરે બેસી ભણવું, કામ કરવું, હાજરી નોંધવી સહિતના તમામ કાર્યો આ કોમ્યુનિકેશન ક્રાંતિને આભારી છે.

અત્યારે કોમ્યુનિકેશનક્ષેત્રમાં ભારત મજબૂત સ્થાન ધરાવે છે. હજુ પણ કોમ્યુનિકેશનમાં એક જબરદસ્તક્રાંતિ થવાની છે. તેઓ ઉપગ્રહ ભારત પાસે તૈયાર થઇ ગયેલ છે. જે ટૂંક સમયમાં ભ્રમણકક્ષામાં ગોઠવાઇ જશે. ત્યારે આ દૂર સંદેશાવ્યવહાર હરણફાળ ભરશે.

રાઠોડ વનિતા આચાર્ય

શાળા નં.૯૩

રાજકોટ

(2:47 pm IST)