Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ફરજનિષ્ઠ રેવન્યુ તલાટીઃ હાથમાં સળીયા આવ્યા છતાં આરામ પડતો મુકી કોરોના ડ્યુટીમાં જોડાઇ ગયા

રાજકોટઃ રાજકોટ તાલુકા મામલતદાર  કચેરીના રેવન્યુ તલાટી મનિષભાઇ ગીધવાણી પંદરેક દિવસ પહેલા ઘરે પડી જતાં હાથમાં ગંભીર ઇજા થઇ હતી. તબિબી તપાસમાં ઓપરેશન કરવું પડશે તેવું નિદાન થતાં દાખલ થયા હતાં. ઓપરેશન બાદ હાથમાં સળીયા ફીટ કરાયા હતાં. તબિબોએ દોઢ માસનો આરામ કરવા સલાહ આપી હતી. પરંતુ મનિષભાઇ ગીધવાણી હાલમાં કોરોના મહામારી અંતર્ગત પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવાની કામગીરી ચાલી રહી હોઇ તેમાં ફરજ બજાવતાં હોઇ ઓપરેશનના અઠવાડીયા બાદ ફરજ પર હાજર થઇ ગયા હતાં. સવારે કોઇ ટ્રેન જવાની હોઇ તો તેમાં જનારા મજૂરોનું લિસ્ટ કરવા રાતે જ જે તે પોલીસ સ્ટેશને પહોંચી બાદમાં ત્યાંથી બધાને રેલ્વે સ્ટેશને પહોંચાડવાની અને ટ્રેન રવાના થઇ જાય ત્યાં સુધી ત્યાં જ હાજર રહેવાની ફરજ તેઓ બજાવી રહ્યા છે. તેમની ફરજ નિષ્ઠાને સાથી અધિકારીઓ, કર્મચારીઓ બીરદાવી રહ્યા છે.

(1:21 pm IST)