Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં ટ્રાફિક પોલીસે સુપર કેર કિટનું વિતરણ કર્યુ

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગોંડલ રોડ પર ગુરૂકુળ પાસેના સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં જિંદગી પસાર કરી રહેલા વૃધ્ધોને સુપર કેર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક શાખાના બી. કે.જાડેજા તેમજ બોલબાલાના ટ્રસ્ટીઓ અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ કિટ વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત ચાર સેકટરમાં પીઆઇ એમ.આર. પરમાર, એમ. ડી. વાળા, બી.ડી. ઝીલરીયા અને એસ.આર. પટેલ તથા ટીમોએ કુલ ૩૪૫૮ વાહન ચેક કરી તેમાંથી ૧૮૯ ડિટેઇન કર્યા હતાં અને ત્રણ જાહેરનામા ભંગના કેસ કર્યા હતાં. તેમ એસીપી ટ્રાફિક બી. એ. ચાવડાએ જણાવ્યું હતું.

(1:20 pm IST)