Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

યુથ ફોર રૂરલ ઈન્ડિયા ૨૦૧૯: યુવાનોને ગ્રામિણ પરિસ્થિતિથી વાકેફ કરાયા

રાજકોટઃ. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત રીચ ટુ રૂટ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન (નોલેજ પાર્ટનર), જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ (ઈવેન્ટ પાર્ટનર)ના સહયોગથી આર.કે. યુનિવર્સિટી રાજકોટ ખાતે તાજેતરમાં 'યુથ ફોર રૂરલ ઈન્ડિયા-૨૦૧૯'નું સફળ આયોજન થયું હતું. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનોને ગ્રામિણ વિસ્તારની સાચી સમજ આપવા તેમજ રૂરલ ડેવલપમેન્ટ સેકટરમાં રહેલી અનેક સંભાવનાઓનો પરિચય કરાવવાનો હતો. પાણી, ઉર્જા, ખેતી, લઘુ ઉદ્યોગ અને સામાજિક અસમતાઓ આ પાંચ મુખ્ય પરિમાણોને ગ્રામિણ વિકાસ માટે મહત્વના સમજી તેની હાલની પરિસ્થિતિ અને તેમા રહેલ કામ કરવાની સંભાવનાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે તજજ્ઞો ડો. સતીશ અગ્નિહોત્રી (આઈઆઈટી બોમ્બે), એમ. વી. અશોક (ટાટા ચેર પ્રોફેસર-મુંબઈ), દીપક ગઢિયા (મુની સેવાશ્રમ વડોદરા), ડો. ભારત દામાણી (ફલેમ યુનિવર્સિટી પુને) અને સુનીલ શ્રીવાસ્તવ (રિલાયન્સ ફાઉન્ડેશન) વગેરેએ ઉપયોગી તેમજ માહિતીપ્રદ રજૂઆત ટેકનોલોજીના માધ્યમથી કરી હતી. તે પછીના બે દિવસ વિદ્યાર્થીઓને જસદણ પાસે ફુલઝર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરાવાઈ હતી. ઈવેન્ટમાં ભારતના વિધ વિધ રાજ્યોમાંથી ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ઈવેન્ટને સફળ બનાવવા ટીમ રીચ ટુ રૂટ, ઈન્ફોબિત એજ્યુકેશન, ક્રીમફ્રેશ આઈસ્ક્રીમ, ગુરૂ ટેકનોકાસ્ત વગેરેનો સહયોગ મળ્યો હતો. જેના માટે ટીમ રીચ ટુ રૂટના મેમ્બર અંકુર ખાનપરા (૯૭૨૩૨ ૯૪૪૮૮), રાજ કાલાવડીયા (૯૯૭૪૩ ૦૧૬૫૭), આનંદ શર્મા, તેન સિંઘ, હિમાંશુ શુકલા, કેવિન પોકીયા, રવિરાજ કાનાણી, સમીર પેન્ધારકાર, પીયુષ ગેડિયા, હાર્દિક પટેલ, પાર્થ કાથરોટિયા તેમજ કેદાર મેહતા સહિત બધા જ વિદ્યાર્થીઓ, સ્પોન્સરો અને સહયોગીઓનો આભાર વ્યકત કરેલ છે.

(3:40 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST