Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ચૂંટણી અંતર્ગત ઠેર-ઠેર ટ્રાફિક બ્રાંચનું વાહન ચેકીંગ

માધાપર ચોકડીએ બે કલાક સુધી ચેકીંગઃ પંદર કારમાંથી કાળી ફિલ્મો દૂર કરાઇઃ નિયમ ભંગ બદલ દંડની વસુલાતઃ દરરોજ અલગ-અલગ સ્થળોએ વાહન ચેકીંગ ચાલુ રહેશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચના હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા દરરોજ વાહન ચેકીંગ ઝુંબેશ તથા જુદા-જુદા વિસ્તારોમાં કોમ્બીંગ યોજવામાં આવે છે. તે અંતર્ગત ગઇકાલેે ટ્રાફિક પી.આઇ. પી. પી. ભોંય અને ટીમ દ્વારા જુદા-જુદા પોઇન્ટ પર સઘન વાહન ચેકીંંગ હાથ ધરાયું હતું. માધાપર ચોકડીએ સતત બે કલાક સુધી અનેક વાહનોને ચેક કરવામાં આવ્યા હતાં. તેમજ ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરનારને દંડ ફટકારાયો હતો. પંદર જેટલી કારના કાચ પર કાળી ફિલ્મો લગાવાઇ હોઇ તો તેને દુર કરી દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પીઆઇ પી.પી. ભોય, પીએસઆઇ જે. કે. મહેતા સહિતની ટીમ તથા વાહન ચેકીંગની કાર્યવાહી તસ્વીરમાં જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)