Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મીડિયા સેન્ટર એ ભાજપના પ્રચારની ધોરી નસ સમાન છે : વિજયભાઈ

ભાજપ મીડિયા સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન : જવાબદારી રાજુભાઈના શિરે

રાજકોટ : શ્રી રામ નવમી અને આંબેડકર જયંતીનાં શુભ દિવસ નિમિત્ત્।ે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ભારતીય જનતા પક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં કરવામાં આવેલા પાંચ વર્ષનાં વિકાસ અને લોક કલ્યાણકારી કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમ નજીક વિવેકાનંદ રોડ ખાતે તૈયાર કરવામાં આવેલા આધુનિક મીડિયા સેન્ટરનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સૌરાષ્ટ્ર મીડિયા સેન્ટરનાં ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ સાથે રાજકોટ લોકસભા બેઠકનાં ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મહિલા મોરચાનાં પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, દિલેશભાઈ શાહ, તેજસભાઈ ગોરસીયા, રવિ રાઠોડ, વનરાજ સોસા, શ્યામ ત્રિવેદી, પૂર્વક ડાભી, માધવભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું ફુલહાર દ્વારા સ્વાગત દિલેશભાઈ શાહે કર્યું હતું.

લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં મીડિયા કન્વીનર ની જવાબદારી સંભાળી રહેલા પ્રવકતા રાજુભાઈ ધ્રુવની જવાબદારી માંઙ્ગ લોકસભા ચૂંટણીમાં ભાજપનાં લોક-વિકાસઙ્ગ કલ્યાણકારી કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયા બાદ  વિજયભાઈએ મીડિયા સેન્ટરનાં દરેક વિભાગની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, મીડિયા સેન્ટર એ ભાજપનાં પ્રચારની ધોરી નસ જેવું છે. અહીંથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકારે મેળવેલી સિદ્ઘિઓ જન-જન સુધી પહોચાડી શકાય છે. મીડિયાનાં માધ્યમથી દ્યણી લોકસેવા ના કર્યો માં સફળતા મેળવી શકાય છે. પડદા પાછળ કાર્ય કરતુ મીડિયા સેન્ટર ચૂંટણી સમયેઙ્ગ વાસ્તવમાં મહત્વ નું કેન્દ્રઙ્ગ બની જાય છે. રાજકોટ મહાનગર સૌરાષ્ટ્ર નું કેન્દ્ર બિંદુ - મીડિયાનું હબ છે.પ્રિન્ટ-ઇલેકટ્રોનિકઙ્ગ મીડિયાનાં દરેક મિત્રો રાજુભાઈ સાથે આત્મીયતા ધરાવે છે. આ ખુલ્લા મૂકાયેલા ભાજપ મીડિયા સેન્ટરથી આગામી દિવસોમાં રાજુભાઈ ધ્રુવ લોકો સુધી કમળ સંદેશ પહુચાડવાનું સફળ કાર્ય કરશે એવો મને વિશ્વાસ છે તેવું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજુભાઈ ધ્રુવની જવાબદારીઙ્ગ અને દેખરેખમાં નિર્માણ પામેલા આધુનિક મીડિયા સેન્ટરની પ્રશંસા કરીને મીડિયા સેન્ટરના સભ્યોને લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા કઈ રીતે પ્રચાર-પ્રસાર કરવો તેનો વિજય મંત્ર આપ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ લોકસભા બેઠકો પર મીડિયા કન્વીનર ની જવાબદારી સાંભળી રહેલા ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે મીડિયા સેન્ટરે આવેલા તમામ કાર્યકરો - હોદ્દેદારોનો આભાર માન્યો હતો. તેઓએ જણાવેલ કે ભાજપ મીડિયા સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમજ અહીંથી જ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનાં પ્રચાર-પ્રસાર અર્થે આવનારા સ્ટાર પ્રચારકો, અગ્રણી નેતાઓનાં કાર્યક્રમો માં મીડિયા ની વ્યસ્થા અંગે નું સંકલન કરવામાં આવશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:40 pm IST)