Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ધરાર લગ્ન કરવા રઘવાયા થયેલા અજય ગોસ્વામીએ અંજલી પરમારને છરી ઝીંકી

ત્રણ વર્ષ પહેલા કેટરર્સમાં સાથે કામ કરતાં હોઇ પરિચય હતોઃ હેરાન કરતો હોવાથી બોલાવવાનું બંધ કર્યુ'તું : સાધુ વાસવાણી રોડના કવાર્ટરમાં રહેતી યુવતિ મોટી બહેન સાથે હરિનગરમાં પ્લે હાઉસમાંથી ભાણેજને તેડવા ગઇ ત્યારે ગોંડલ રોડ પર રહેતો બાવાજી શખ્સ હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧૫: સાધુ વાસવાણી રોડ પર આવેલા ત્રિલોક આરએમસી કવાર્ટર નં. ૧૬/૯૬૨માં રહેતી અંજલી નટુભાઇ પરમાર (ઉ.૨૦) નામની વાલ્મિકી યુવતિ બપોરે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ આવેલા સંકલ્પ પ્લે હાઉસ પાસે હતી ત્યારે તેની સાથે ધરાર લગ્ન કરવા ઇચ્છતા બાવાજી શખ્સે છરીથી હુમલો કરી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

આ બારામાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. અંજલીએ જણાવ્યું હતું કે પોતે ધોરણ બાર સુધી ભણેલી છે. અઢી-ત્રણ વર્ષ પહેલા કેટરર્સમાં કામે જતી હોઇ સાથે જ કામ કરતાં ગોંડલ રોડ પર રહેતાં અજય ગોસ્વામી સાથે પરિચય થતાં બંને એક બીજા સાથે વાતો કરતાં હતાં. પરંતુ બાદમાં અજયએ પોતે લગ્ન કરવા ઇચ્છે છે તેવી વાત કરતાં તેણીએ પોતે લગ્ન કરવા નથી માંગતી તેમ કહેતાં તેણે હેરાન કરવાનું શરૂ કરતાં તેની સાથે વાતચીતના સંબંધ પણ તોડી નાંખ્યા હતાં. આમ છતાં તે અવાર-નવાર જ્યાં મળે ત્યાં ધરાર લગ્ન કરી લેવાનું કહી હેરાન કરતો હતો.

અંજલીએ આગળ જણાવ્યું હતું કે પોતાના મોટા બહેન આરતીબેન સંજયભાઇનો દિકરો રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ હરિનગરમાં સંકલ્પ પ્લે હાઉસમાં જતો હોઇ બપોરે પોણા બારેક વાગ્યે પોતે બહેન સાથે ભાણેજને તેડવા પ્લે હાઉસ ખાતે ગઇ હતી. બહેન અંદર ગયા ત્યારે પોતે બહાર ઉભી હતી એ વખતે અજય બાઇક પર અચાનક આવ્યો હતો અને છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. તેણીને કમરથી નીચેના ભાગે ઇજા થઇ હતી. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:53 pm IST)
  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST