Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગાંધીગ્રામમાં લાખના બંગલાવાળા રોડ પર ક્રિકેટ સટ્ટો રમતાં મિત અને ધર્મેશ પકડાયા

ગ્રીનલેન્ડ ચોકડીના નાલા સામે તિનપત્તી રમતાં પ્રિતેશ, મેરામ અને જગો ઝડપાયા

રાજકોટ તા. ૧૫: પોલીસે બે દરોડામાં આઇપીએલ પર સટ્ટો રમતાં ગાંધીગ્રામના બે શખ્સને અને કુવાડવા રોડ પર જાહેરમાં તિનપત્તી રમતાં ત્રણ શખ્સને પકડ્યા હતાં.

ગાંધીગ્રામના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને હેડકોન્સ. પ્રશાંતભાઇ રાઠોડની બાતમી પરથી લાખના બંગલાવાળા રોડ પર મારૂતિ હોલ પાસે દરોડો પાડી મિત ચંદ્રેશભાઇ કોટક (ઉ.૨૬-રહે. અક્ષરનગર-૫, ગાંધીગ્રામ) તથા ધર્મેશ વિનોદભાઇ રાઠોડ (ઉ.૩૬-રહે. અક્ષરનગર મેઇન રોડ)ને સનરાઇઝર હૈદરાબાદ તથા દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચેના આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં પકડી લઇ રૂ. ૧૩,૨૭૦ રોકડા અને ૧૫ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૮૨૭૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ આર.એસ. પટેલ, એએસઆઇ મહેશભાઇ લુવા, પ્રશાંતભાઇ, દિવ્યરાજસિંહ સહિતે આ કાર્યવાહી કરી હતી.

જ્યારે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડીના નાલા સામે જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં પ્રિતેશ હસમુખભાઇ વેકરીયા (ઉ.૪૨-રહે. ધમલપર), મેરામ હીરાભાઇ પરમાર (ઉ.૩૫-રહે. ગઢીયાનગર-૨) તથા જગદીશ ઉર્ફ જગો વિભાભાઇ રાતડીયા (ઉ.૩૨-રહે. માલધારી સોસાયટી શાળા નં. ૬૭ સામે)ને બી-ડિવીઝનના પીએસઆઇ એમ.આર. ઝાલા, ખોડુભા સહિતના સ્ટાફે પકડી લઇ રૂ. ૨૮૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

સુનિલ 'દેશી' સાથે પકડાયો

ચુનારાવાડ-૧ નદી પાસે રહેતાં સુનિલ કિશનભાઇ સોલંકીને ચંદ્રિકા પાનવાળી શેરીમાંથી રૂ. ૨૦૦ના દેશી દારૂ સાથે થોરાળાના કોન્સ. આશિષ દવેએ પકડી લીધો હતો.

(3:42 pm IST)