Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કાલે મહાસંમેલન

રાજકોટ,તા.૧૫: લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કાલે મંગળવારે તા.૧૬ના રોજ પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી ગાર્ડન પાસે સાંજે ૬:૩૦ કલાક મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

બક્ષીપંચ સમાજમાં આહીર સમાજ, પ્રજાપતિ સમાજ, દરજી સમાજ, લુહાર સમાજ, વાળંદ સમાજ, માળી સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, રાજપૂત સમાજ, સતવારા સમાજ, ગઢવી સમાજ, ધોબી સમાજ, કડીયા સમાજ,  બુદેંલા સમાજ, કાઠી સમાજ, સગર સમાજ, સાધુ સમાજ, ખાટ સમાજ, મોચી સમાજ,બારોટ સમાજ તથા લોધા સમાજનો સમાવેશ થાય છે.

આ સંમેલનમાં કેન્દ્ર અને રાજય સરકારે કરેલા વિકાસ કાર્યોની જન સમર્થનની વિગતો અપાશે. આ સંમેલનમાં લોકસભા ચૂંટણી ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તેમજ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ- બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશભાઈ અનાવડીયા ઉપસ્થિત રહેશે. તેમ નરેન્દ્રભાઈ સોલંકી (ઉપપ્રમુખ- બક્ષીપંચ મોરચો- ગુજરાત પ્રદેશ ભાજપ, ઈન્ચાર્જ- સૌરાષ્ટ્ર- કચ્છ- બક્ષીપં મોરચો), નિલેશ જલુ (પ્રમુખ- બક્ષીપંચ મોરચો રાજકોટ શહેર ભાજપ), સોમભાઈ ભાલીયા (મહામંત્રી- બક્ષીપંચ મોરચો રાજકોટ શહેર ભાજપ), લલિત વાડોલીયા (મહામંત્રી- બક્ષીપંચ મોરચો રાજકોટ શહેર ભાજપ)ની યાદીમાં જણાવાયું છે.

'અકીલા' ખાતેની મુલાકાતમાં લલીતભાઈ વાડોલીયા, રાજનભાઈ સીંધવ, રઘુભાઈ ધોળકીયા, સોમભાઈ ભાલીયા, જે.પી.ધામેચા, નરેશભાઈ પ્રજાપતિ, મનોજભાઈ ડોડીયા, બાબુભાઈ હરસોડા, વિપુલભાઈ માખેલા, ભરતભાઈ કુબાવત, ભરતભાઈ બોરીચા તથા ખેતશીભાઈ માળી સહિતના તમામ બક્ષીપંચ સમાજના અગ્રણીઓ હાજર રહેલ.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST