Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

હોટલ ઈમ્પીરીયલ પેલેસ વાળા વિમલભાઈ શેઠ અરિહંત શરણ પામ્યાઃ રાત્રે અંતિમયાત્રા

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ વિમલભાઈ દિલસુખભાઈ શેઠ (ઉ.વ.૫૧)નું દુઃખદ અવસાન થયેલ છે. તેઓ દિલસુખભાઈ શેઠ અને સ્વ.હર્ષિદાબેનના પુત્ર તથા વિનુભાઈ, ચંદ્રકાન્તભાઈ, ડો.નરેન્દ્રભાઈ, મુકેશભાઈ તથા દિલીપભાઈ શેઠના ભત્રીજા અને અતુલભાઈના લઘુબંધુ તથા નિલેશભાઈ, યોગેશભાઈના વડીલ બંધુ થતા હતા. સદ્દગત વિમલભાઈ હોટેલ ઈમ્પીરીયલનું સંચાલન કરતાં હતા. તેઓ સેવાભાવી અને હળુકર્મી હતાં.

સદ્દગત વિમલભાઈ શેઠની અંતિમ યાત્રા આજે રાત્રે ૧૦ કલાકે તેઓના નિવાસસ્થાન  ''દેવસ્ય'', સિલ્વર સ્ટોન સોસાયટી, ઈમ્પીરીયલ હાઈટસ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ થી નીકળી મોટા મૌવા મુકિત ધામ ખાતે લઈ જવામાં આવશે.

(3:41 pm IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST

  • અમદાવાદમાં બાકીદારો ઉપર તૂટી પડતું મ્યુનિસીપલ કોર્પોરેશનઃ ૧૨૦૦ મિલ્કતો સીલઃ છેલ્લા ત્રણ દિવસમાં ૩ હજારથી વધુ મિલ્કતો સીલઃ અમદાવાદ કોર્પોરેશનને આ વર્ષે ૭૯૬ કરોડની આવકઃ ૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર મકકમ access_time 3:24 pm IST