Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલોથોન

ડો.અર્જુનસિંહ રાણાની લીડરશીપ હેઠળ ૫૦ સાયકલ સવારોએ ભાગ લીધો

રાજકોટ : રેસકોર્ષ ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સોશ્યલ ડીસ્ટન્સ અને કોવીડ પ્રોટોકોલના પાલન સાથે સાઇકલોથોન યોજવામાં આવતા ૫૦ સાયકલ સવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૨૦ કિ.મી. સુધી સાઇકલ ચલાવવામાં આવેલ. આ મુવમેન્ટના નોડલ ઓફીસર  ડો. અર્જુનસિંહ રાણાની લીડરશીપ હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ભરતસિંહ પરમાર, રાજહંસ માકડીયા, ડો. સંદીપકુમાર વાળા, ઉત્સવ રાઠોડ, ભાવેશ રાબા, ધર્મેન્દ્રભાઇ રોકડીયા, આશિષ જોશી, પિયુષભાઇ માલાણી, જીનેસ અજમેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સવારે રતમ ગમત કોચ અને ડીસ્ટ્રીકટ બાસ્કેટબોલ કોચ પ્રકાશભાઇ તથા સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી વિજયી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ તથા અન્ય ખેલાડીઓના હસ્તે આ કાર્યક્રમને લીલી ઝંડી અપાઇ હતી.

(4:42 pm IST)