Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રેલ્વેની બોગસ નોકરી કૌભાંડના ચર્ચાસ્પદ કિસ્સામાં આરોપીને જામીન આપતો ચૂકાદો

રાજકોટ તા. ૧૪ :..   રાજકોટ : આ કામમાં આરોપી સાગર ચમનભાઇ મકવાણા વિરૂદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ કરેલા હતી કે, તેઓ દ્વારા બોગસ રેલ્વે વિભાગમાં નોકરી અપાવી દેવાનું કૌભાંડ કરી, રેલ્વે ઓફિસરનો ભાગ ભજવેલ અને બોગસ જોઇનીંગ લેટર આપી ફરીયાદી પાસેથી કુલ રૂ. ૧૬,૦૦,૦૦૦/- મેળવી લઇ કૌભાંડ કરેલ તેવી ફરીયાદ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦ કબી) ૪૬ર, ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિગેરે અંતર્ગત ધરપકડ કરવામાં આવેલ જેની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી સાગર ચમનભાઇ મકવાણાને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, તા.૫-૧૧-૨૦ના રોજ ફરિયાદી વિનોદભાઇ ગોરધનભાઇ ચૌહાણ દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ કે મારો દિકરો બીગ બજાર પાસે ટયુશનમાં જતો હોય ત્યાં નિરવભાઇ દેવાણી તેઓને મળેલ અને સરકારી નોકરી રેલ્વે ખાતામાં અપાવી દેવાની વાત કરેલ જેથી મારો દિકરો નિરવભાઇને મળવા ગયેલ ત્યારે રેલ્વે વિભાગમાં નોકરી અપાવી દેવા રૂ.૮,૦૦,૦૦૦/ નક્કી થયેલ તેથી મારા  ભાઇના દિકરાને પણ સરકારી રેલ્વે વિભાગમાં નોકરી અપાવી દેવાની વાત કરતાં કુલ રૂ.૧૬,૦૦,૦૦૦/ આપવાના જેમાંથી રૂ.૬,૦૦,૦૦૦/ ટોકન પેટે આપેલ ત્યારબાદ ફરી તેમની ઓફીસે મુલાકાત કરતાં આ કામના આરોપી સાગરભાઇ ચમનભાઇ મકવાણા ઉર્ફે ઝાલા સાહેબ રેલ્વેમાં અધિકારી હોય અને રૂ.૭૦,૦૦૦/ મહિનાની નોકરી અપાવી દેવાની દેવાનું નકકી કરી ચોપડામાં સહીઓ લઇ રૂ. ૪,પ૦,૦૦૦ ત્યારબાદ રૂ. ર,પપ,૦૦૦ રૂ. ૧,ર૦,૦૦૦ રૂ. પ,૦૦,૦૦૦ રૂ. ૩,૮પ,૦૦૦ કટકે કટકે ચુકવી દીધેલ તેમાં રૂ. ર,પ૦,૦૦૦ ચૂકવવાના બાકી હોય ત્યારે આરોપીઓનો સંપર્ક કરતાં તેઓ રાજકોટ રેલ્વે સ્ટેના ખાતે બોલાવેલ ત્યાં આરોપી નિરવભાઇ અને સાગર ચમનભાઇ મકવાણા ઉર્ફે ઝાલા હાજર હોય તેઓએ અમોને રેલ્વેનો બોગસ જોઇનીંગ લેટર આપી અને રાજકોટ રેલ્વે સ્ટેશનમાં નોકરી મળી જશે અને ટૂંક સમયમાં જ ફરજ પર હાજર થવાનું રહેશે તેવું જણાવી બાકી રહેતી રકમ રૂ. ર,પ૦,૦૦૦ મેળવી લીધેલ આવી રીતે કુલ રૂ. ૧૬,૦૦,૦૦૦ સરકારી રેલ્વે વિભાગમાં નોકરી અપાવી દેવા મેળવેલ છે. પરંતુ જયારે અમોએ જોઇનીંગ લેટર તપાસતા માલુમ પડેલ કે તે નકલી હોય જેથી આરોપીઓ વિરૂધ્ધ હાલની આ ફરીયાદ આઇ. પી. સી.  કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦ (બી), ૪૬ર, ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિગેરેનો ગુન્હો આચરેલ અને એફ. આઇ. આર. નં. ૧૧ર૦૮૦પ૩ર૦ર૧ર૩/ર૦ર૦ થી નોંધાવેલ જેથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને તપાસનીસ અધિકારી દ્વારા ફરીયાદીએ આપેલ નકલી જોઇનીંગ લેટર કબજે કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ.

સદરહુ એફ. આઇ. આર. વિરૂધ્ધ આરોપી સાગર ચમનભાઇ મકવાણા દ્વારા રાજકોટ નામદાર સેશન્સ જજ સમક્ષ જામીન અરજી ગુજારેલ જે જામીન અરજીમાં નામદાર સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટના ચુકાદાઓ અને પોલીસ દ્વારા ગંભીર ગુન્હાની ખોટી એફ. આઇ. આર. નોંધવામાં આવેલ તેવી આરોપીના વકીલ શ્રી દિપેશ એન. પાટડીયા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ. જે દલીલને ધ્યાને લઇ રાજકોટની નામદાર સેશન્સ જજે સદરહુ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે અરજદાર આરોપી તરફે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી દિપેશ એન. પાટડીયા, તેમજ અભય ખખ્ખર, ક્રિષ્ના મારડીયા, વિશાલ સોલંકી રોકાયેલ હતાં.

(3:44 pm IST)