Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગોંડલ રોડ ખોડીયારનગરમાંથી હદપારી કિશન ડોડીયા પકડાયો

રાજકોટ તા. ૧પઃ ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાંથી હદપાર કરાયેલા શખ્સને એસઓજીની ટીમે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી એસઓજીના પી.આઇ. આર. વાય. રાવલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. મોહીતસિંહ જાડેજા તથા કિશનભાઇ આહીર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ ખોડીયારનગરમાં આવ્યો હોવાની બાતમીના આધારે કિશન ભરતભાઇ ડોડીયા (ઉ.વ. ર૧) (રહે. ખોડીયાનગર શેરી નં. ૧/ર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:33 pm IST)