Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રજપૂત યુથ કલબ દ્વારા માય ડ્રીમ હોમ સ્પર્ધા

સોરઠીયા રાજપુત સમાજનાં યુવાનો દ્વારા સેવા અને સહકાર થકી કાર્યરત શ્રી રાજપુત યુથ કલબ દ્વારા સોરઠીયા રજપુત સમાજનાં ભાઇ-બહેનો માટે માય ડ્રીમ હોમ નામથી સ્પર્ધા રાખવામાં આવેલ હતી. સમાજમાં ભાઇ-બહેનોએ ભાગ લીધેલ હતો. વિજેતાઓ જાહેર થતાં ૧૪ લોકોએ પ્રથમ રેન્ક મેળવેલ સોરઠીયા રાજપુત સમાજનાં શ્રધ્ધા ભુપતભાઇ ચૌહાણ, મયંક નિલેશભાઇ ચૌહાણ, કૌશલ સંજયભાઇ ચૌહાણ, ધ્વની મિલનભાઇ ચૌહાણ, દેવયાની અમરભાઇ ચૌહાણ, ટવીશા દર્શિતભાઇ પરમાર, હરદિપ સ્વરાજસિંહ ચૌહાણ, સંસ્કૃતિ પરેશભાઇ રાઠોડ, માહી મીથુનભાઇ રાઠોડ, રીયા વિપુલભાઇ ચૌહાણ, વિરલભાઇ ભટ્ટી, જીવીકા પ્રકાશભાઇ પરમાર તથા વત્સલ મહેશભાઇ બારડને મોમેન્ટો તથા સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રજપૂત યુથ કલબનાં ભાર્ગવભાઇ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ (શ્રી શ્રી ઓમ ફાયનાન્સ), અલ્પેશ ગોહીલ, ગૌરવ ચૌહાણ, વિરલ રાઠોડ, મિલન પરમાર, વિપુલ ચૌહાણ, નિલેશ રાઠોડ અને વિરલ ભટ્ટીએ જહેમત ઉઠાવેલ હતી.

(2:55 pm IST)