Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કોર્પોરેટરો દ્વારા અપાતાં આવક ત્થા મૃત્યુનાં દાખલાઓનો વ્યવહારૂ ઉકેલ લાવતાં ભારદ્વાજ

કોર્પોરેટરોની મુદત પુર્ણ થતાં હવેથી કોર્પોરેટરોએ આપેલા દાખલાઓમાં વોર્ડ ઓફીસરની કાઉન્ટર સહી કરાવ્યા બાદ માન્ય રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સફળ રજૂઆતઃ તાત્કાલીક વ્યવસ્થા કરાવતાં મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલઃ લોકોની મુશ્કેલી દૂર થશે

રાજકોટ તા. ૧પ :.. કોર્પોરેટરોની મુદત પૂર્ણ થતા અત્યાર સુધી કોર્પોરેટરો દ્વારા અપાતાં. આવક અને મૃત્યુ નોંધનાં દાખલાઓની માન્યતાં પુર્ણ થઇ જતાં નાગરીકોને આ માટે મુશ્કેલીઓ સર્જાતી હતી દરમિયાન ભાજપનાં પ્રદેશ અગ્રણી શ્રી નીતિન ભારદ્વાજે આ સમસ્યાનાં વ્યવહારૂ ઉકેલ રૂપે હાલ નિવૃત થયેલા કોર્પોરેટરોનાં દાખલાઓ પર જે તે વોર્ડ ઓફીસરની કાઉન્ટર સહી કરાવી તેને માન્ય ગણવાનો વ્યવહારૂ ઉકેલ લાવવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને રજૂઆત કરતાં. શ્રી અગ્રવાલે આ પ્રકારની વ્યવસ્થાનો અમલ શરૂ કરાવી દીધો છે.

આ અંગે શ્રી અગ્રવાલની યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ મહાનગરપાલિકામા ંચૂંટાયેલી  પાંખના કાર્યકાળ દરમ્યાન નગરસેવકશ્રીઓ પાસેથી લોકોને આવકના દાખલા મળતા હતાં. તાજેતરમાં જ ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ પૂર્ણ થયેલ છે એ બાબતને નજર સમક્ષ રાખી નાગરીકોને આવકના દાખલા મેળવવામાં મુશ્કેલી ના પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કમીશનરશ્રીએ  આ તકે  એમ જણાવ્યું હતું કે, કલેકટરશ્રી, રાજકોટ જિલ્લા તરફથી મળેલ માર્ગદર્શન અનુસાર રાજકોટ  મહાનગરપાલિકાના તાજેતરમાં તા. ૧૩ ના રોજ પૂર્ણ થયેલ ગત ટર્મના માજી નગરસેવકશ્રીઓ આવકના દાખલામં સહી કરી શકશે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાના જે તે વોર્ડના વોર્ડ ઓફીસર દ્વારા કાઉન્ટર સહી કરવામાં આવી હોય તો આવકના આ દાખલા માન્ય ગણવામાં આવશે. આમ હવે આ બાબતે લોકોની મુશ્કેલી દુર થશે.

(3:43 pm IST)